ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) ધીમે ધીમે ફરી એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોવામાં આવે તો રાજ્યના મહાનગરોમાં સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. દરરોજના આંકડામાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ હોય તેવું જણાઇ રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસ(Gujarat Corona Case)ના આંકડાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે.
જોવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17119 નવા કોરોનાના કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામી છે. જ્યારે 7883 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના મોત થયા છે અને હાલ રાજ્યમાં 79600 એક્ટિવ કેસ છે. જેમાં 113 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને અન્ય 79487 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતનો રિકવરી રેટમાં હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 90.61 ટકા જેટલો છે.
ગુજરાતમાં કોરોનાના પ્રથમ વખત 17000ને પાર કેસ નોંધાતા ગુજરાતીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોરોનાની બીજી લહેરમાં 15 હજારથી પણ ઓછા કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. જોવામાં આવે તો 30 એપ્રિલ 2021ના રોજ રાજ્યમાં 14,605 કોરોનાના કેસ સામે આવ્યા હતા. જો વાત કરવામાં આવે તો કોરોનાની પહેલી લહેરમાં 2000 કરતા પણ ઓછા કોરોનાના કેસ સામે આવી રહ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા થયા મોત?
ગુજરાતમાં આજે કોરોનાથી 10 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત, સુરત શહેરમાં 2 દર્દીના મોત, સુરત ગ્રામ્યમાં 3 દર્દીના મોત, ભાવનગર શહેરમાં 1 અને વલસાડમાં 1 દર્દીનું મોત થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.