જેમણે આખી જિંદગી ગરીબોની માત્ર બે રૂપિયામાં સારવાર કરી, આજે તેમનું કોરોનાની સારવાર કરતા કરતા ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા

હાલ કોરોના સામેની લડતમાં સમગ્ર ભારત દેશ એકજુથ થઇ ગયો છે. કોરોનાને દુર કરવા માટે દરેક ડોકટરો દિવસ-રાત એક કરીને લોકોના જીવ બચાવી રહ્યા છે, અને પોલીસતંત્ર પણ લોકોને કોરોના ના થાય એ માટે પોતે પણ કેટલા દિવસોથી પોતાના ઘરે નથી ગયા. અને લોકોને કઈ નથાય એ માટે પોતે દિવસ રાત ડયુટી કરી રહ્યા છે.

હાલ એવું પણ બની રહ્યું છે કે આપણી ને આપણી રક્ષા કરવામાં ડોકટરો અને પોલીસવાળા પણ કોરોનાનો શિકાર થઇ જાય છે. અને દેશ અને આપણા માટે પોતાનું જીવન સમર્પણ કરી દે છે. ખાસ કરીને કોરોનાથી પીડિત થયેલા લોકોને બચાવવા માટે ડોકટરો ખુબ મહેનત કરી રહ્યા હોય છે, ખુબ સેફટી હોવા છતાં પણ તેમને કોરોના થતા તેમનું પણ મૃત્યુ થતું હોય છે. અહિયાં પણ એક એવા ડોક્ટરનું મૃત્યુ થયું છે. લોકોના જીવન બચાવતા બચાવતા તેમણે પોતાનું જીવન ટુકાવી દીધું.

જી હા, અહિયાં વાત થઇ રહી છે, કુરનુલના રહેવા વાળા ઈસ્માઈલ હુસૈનની. જેઓ પોતે એક ડોક્ટર છે, અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સ્વ્વા માટે સમર્પિત કરી દીધું હતું. ડોક્ટર ઈસ્માઈલ હુસૈનની ઉમંર 76 વર્ષની હતી. ખાસ કરીને લોકો તમને “2 રૂપિયાના ડોક્ટર” તરીકે ઓળખે છે. કારણકે તેમણે તેના જીવન દરમિયાન ગરીબો પાસેથી ચેકઅપ કરવાના ચાર્જ તરીકે માત્ર 2 રૂપિયા જ લેતા હતા.

ડોક્ટર ઈસ્માઈલ હુસૈન પણ એટલી મોટી ઉંમરે કોરોના સામેની લડતમાં એક બહાદુર યોધ્ધાની જેમ લડી રહ્યા હતા. પોતે આટલી મોટી ઉંમરે પણ લોકોની સારવાર કરી રહ્યા હતા. અને લોકોની સેવા દરમિયાન કોરોનાનો ચેપ લગતા તેઓનું પણ કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું છે. ખરેખર જેમણે આ કળયુગમાં લોકોની સેવા કરવાનું વિચારી પોતે માત્ર 2 રૂપિયામાં લોકોની સારવાર કરતા હતા. અને એજ કામ કરતા કરતા તેઓનું મૃત્યુ થયું છે. તો આપણે પણ દરેક લોકો ભગવાનને પ્રાથના કરીએ કે ડોક્ટર ઈસ્માઈલ હુસૈનની આત્માને શાંતિ અર્પે અને તેમના આ કાર્યોને યાદ કરે. અને આપણે સૌ તેમના માટે ઘરે રહીએ અને સરકારના નિયમોનું પાલન કરીએ અને દેશને કોરોનાથી મુક્ત કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *