ગુજરાતમાં વધુને વધુ બાળકો આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં, અહિયાં એકસાથે આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા પોઝીટીવ

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના રેકોર્ડબ્રેક કેસો(Record-breaking cases) દિવસેને દિવસે સામે આવી રહ્યા છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાનો ફફડાટ મચાવ્યો છે. આણંદ વિદ્યાનગર(Anand Vidyanagar College)ની કોલેજમાં જાણે કે, કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કોલેજના એક જ ક્લાસના 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

જ્યારે આર્કિટેક કોલેજના 7 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ તો કોરોના સંક્રમિત તમામ વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે. તો બીજી તરફ કોલેજને 15 દિવસ બંધ કરવા માટે યુનિવર્સિટીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે ત્યારે સુરતમાં છેલ્લા સાડા 7 મહિના પછી 400થી વધુ કેસ સામે આવતા હહાકાર મચી જવા પામ્યો છે. સુરત શહેરમાં 415, ગ્રામ્યમાં કોરોનાના 9 કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતની 18 સ્કૂલના 32 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 6 ડૉક્ટર, 34 વેપારી પણ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો રાફડો ફાટ્યો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાતા ગુજરાતીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બે ગણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના સંક્રમિત થયા છે.

જો ફરી એક વાર લોકડાઉન લાગુ થાય તો આ પ્રતિબંધો લાગી શકે છે?
જો કોરોનાની પ્રથમ અને બીજી લહેરની જેમ ફરી એક વખત લોકડાઉન લાગુ થાય  તો શાળાઓ, કોલેજો, કોચિંગથી લઈને શોપિંગ મોલ, થિયેટર મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં વગેરે સંપૂર્ણ પણે બંધ થઈ શકે છે. મંદિર-મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ખુલ્લા રહેશે, પરંતુ દર્શનાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ સમય દરમિયાન ફક્ત મર્યાદિત લોકોને જ લગ્નમાં હાજરી આપી શકાશે. તેમજ કોઈ કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યોની સરહદો પર બહારથી આવતા લોકોની તપાસ કરવામાં આવશે તેમજ લોકોને કોઈપણ જગ્યાએ એકઠા કે ભીડ ભેગી કરવા દેવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *