કોરોનાવાયરસના કારણે દેશમાં મરનારની સંખ્યા 166 ઉપર પહોંચી ગઇ છે અને સંક્રમિત લોકોની સંખ્યા વધી 5734 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું કે હજુ પણ 5055 લોકો સંક્રમિત છે. જ્યારે 472 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે તથા એક વ્યક્તિ દેશ છોડીને ચાલ્યો ગયો છે. મંત્રાલય જણાવ્યું કે દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોનું મૃત્યુ થયું છે. સાથે જ જણાવાઈ રહ્યું છે કે આઠ લોકોનું મૃત્યુ મહારાષ્ટ્રમાં, ત્રણ મૃત્યુ ગુજરાતમાં, બેના મૃત્યુ જમ્મુ-કાશ્મીરમાં અને એક એક વ્યક્તિનું મૃત્યુ પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તથા તમિલનાડુમાં થયું છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસથી સૌથી વધારે 72 લોકોનું મૃત્યુ થયું છે. ત્યાર બાદ ગુજરાતમાં 16 લોકોના મૃત્યુ, મધ્યપ્રદેશમાં 13 અને દિલ્હીમાં 9 લોકોનું મૃત્યુ થયું છે.પંજાબ તથા તમિલનાડુમાં 8 વ્યક્તિનું મૃત્યુ થયું છે ,જ્યારે તેલંગાણામાં 7 લોકોનું મૃત્યુ થયું છે.
પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે.આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર માં 4 ઉત્તર પ્રદેશમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે હરિયાણા અને રાજસ્થાનમાં ત્રણ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર કેરળમાં બે લોકોનું મૃત્યુ થયું છે. બિહાર, હિમાચલ પ્રદેશ અને ઓરિસ્સામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બુધવારની સાંજ સુધી દેશમાં કોરોનાવાયરસ માં સંક્રમણના કારણે મરનાર લોકોની સંખ્યા 149 હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.