હાલમાં કોરોનાને કારણે ઘણાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાક પ્રખ્યાત લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા હાલમાં કોરોના સંક્રમિત છે.
એમનું ઓક્સિજન લેવલમાં ઘટાડો થતાં એમને અમદાવાદમાં આવેલ UN મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે પણ ગઈકાલે અચાનક જ સોશિયલ મીડિયા પર એમનું મોત થયાની અફવા ઉડી હતી. એમાં પણ કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ ભાંગરો વાટ્યો હતો.
રૂપાલાએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી. આટલું જ નહીં પરંતુ હિતુ કનોડિયાના ટ્વીટ પર એમણે ટ્વીટ કર્યું હતું. નરેશ કનોડિયાના પુત્ર હિતુએ ફેસબુક પર એમના પિતા સ્ટેબલ હોવાનો વિડીયો મુક્યાના કુલ 45 મિનિટ પછી રૂપાલાએ ટ્વિટ કરીને નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જો કે, ત્યારબાદ ભૂલ સમજાતા એમણે ટ્વિટ ડિલિટ માર્યું હતું.
સાબરકાંઠા જીલ્લામાં આવેલ ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડીયાએ પિતા નરેશ કનોડિયાની નાદુરસ્ત તબિયતને લઇને જાણ કરી હતી. ઇડરમાં યોજાયેલ એક સરકારી કાર્યક્રમમાં હાજર રહેલ હિતુ કનોડીયાએ જણાવ્યું હતુ કે, એમના પિતા નરેશ કનોડીયાની તબિયત સ્થિર છે.
હાલમાં તેઓ વેન્ટીલેટર પર છે તથા આ બાબતે એમના ચાહકોને પણ અપીલ કરુ છું કે, તેઓ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાથના કરે. તેઓ જલદીથીસાજા થઇને ઘરે આવે તેવી આશા સેવી રહ્યા છે. નરેશ કનોડીયા ગુજરાતી ફિલ્મ જગતના જાણીતાં કલાકાર છે તેમજ એમની તબિયત તથા એમના લગતા ખોટા સમાચારો પણ સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થવા લાગ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાને 20 ઓક્ટોબરે રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે એમને સારવાર માટે અમદાવાદમાં આવેલ UN મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરનાં રોજ UN મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.
હોસ્પિટલની તસ્વીર સામે આવ્યા પછી અમુક ટીખળખોરો દ્વારા એમનું મોત થઈ ગયું હોવાની અફવા ફેલાવવામાં આવી હતી પણ નરેશ કનોડિયાના મોતની અફવા ઉડતા એમના દીકરા હિતુ કનોડિયાએ હાલમાં ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકોની પ્રાર્થના કામ કરી રહી છે, મારા પપ્પા સ્ટેબલ છે અને UN મહેતામાં ડોક્ટરો સારી સંભાળ રાખી રહ્યાં છે. ખાસ કરીને અફવાઓમાં માનતા નહીં તથા સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ અથવા તો લોકોની લાગણી દુભાઈ એવું ન કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle