રિતેશ દેશમુખ આજે પણ પત્ની જેનેલિયા પાસેથી વાપરવાના પૈસા માંગે છે, વિશ્વાસ ન આવે તો જોઇલો આ વિડીયો

‘ધ કપિલ શર્મા શો’માં બોલિવૂડનું એક ફેમસ કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા આવ્યા હતા. શો માં કપિલ શર્મા સાથે વાતચીત દરમિયાન બંનેએ એકબીજા વચ્ચેની…

‘ધ કપિલ શર્મા શો’માં બોલિવૂડનું એક ફેમસ કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા આવ્યા હતા. શો માં કપિલ શર્મા સાથે વાતચીત દરમિયાન બંનેએ એકબીજા વચ્ચેની કેટલીક રસપ્રદ વાતો પણ શેર કરી હતી.

વાતચીત દરમિયાન કપિલે જેનેલિયાને પૂછ્યું હતું કે, ‘મસ્તી’ ફિલ્મમાં તેણે રિતેશની પત્નીનો રોલ નિભાવ્યો હતો, તો શું આ રોલ કરવાનો વિચાર ડિરેક્ટરનો હતો? આ પ્રશ્ન પર રિતેશે તરત જ જવાબ આપ્યો કે, “ના, હકીકતમાં મિલાપ ઝાવેરી(લેખક)એ ઇન્દુજી(ડિરેક્ટર ઇન્દ્ર કુમાર) સાથે મળીને અમને રોલ આપ્યા હતા.

નવાઈની વાત એ હતી કે, વર્ષ 2002માં અમે ડેટ કરવાનું શરુ કર્યું હતું અને 2003માં શૂટિંગ દરમિયાન એક સિક્વન્સ આવે છે જેમાં અમારા લગ્ન થાય છે. એ હ્ક્કીતના લગ્ન ન હતા. ત્યારબાદ રિલેશનશિપના એક વર્ષથી અમે સાથે છીએ અને લગ્ન કરી રહ્યા છીએ.

આ વાત પર જેનેલિયાએ કહ્યું કે, ‘ત્યારે અમને લાગતું હતું કે ભવિષ્યમાં શું થશે તેની ખબર નહતી આથી આ જ પળને અમે માણી રહ્યા હતા.’ વધુમાં રિતેશે કહ્યું, ‘અમને ત્યારે ખબર નહોતી કે રિલેશનશિપ લગ્નમાં બદલશે કે નહિ પરંતુ તે પળ અમારા માટે ખુબ સારી હતી.’

કપિલે આગળ પૂછ્યું કે, ‘તે ફિલ્મમાં તમે બધી જ કમાણી તમારી પત્ની(જેનેલિયા)ના હાથમાં આપી દીધી હતી, શું રિયલ લાઈફમાં પણ આવું કરો છો?’ રિતેશે કહ્યું કે, ‘તેણે મારા કરતાં વધારે કમાણી કરી હતી અને મને આ વાત પર ગર્વ છે કે મારી પત્નીએ મારા કરતા વધારે કમાણી કરી છે. આથી હું તેની પાસેથી મહિનાનો પગાર લઈને કામ ચલાવી લઉં છું.’

વાતચીત દરમિયાન જેનેલિયાએ જણાવ્યું કે, ‘હાલમાં ફિલ્મ્સમાં કમબેક કરવાનું પ્લાનિંગ છે. મેં બાળકોને જન્મ આપ્યો ત્યારે મેં વિચાર્યું કે હું તેમના પર સરખું ધ્યાન આપું. હવે મને લાગે છે કે તેઓ 5 વર્ષના થઈ ગયા છે અને તેમને હવે મારી જરૂર નથી. તેમના મિત્રો છે અને આખો દિવસ સ્કૂલમાં જાય છે. તો ધીમે-ધીમે હું મારું કામ શરુ કરી શકું છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *