અમદાવાદ ગુજરાતનું કોરોના વાયરસનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં આવ્યા છે અને ત્યારબાદ વિવિધ શહેરોનો નંબર આવે છે, પણ અહિયાં સુરતના કતારગામ વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. દિવસે ને દિવસે કતારગામમાં કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હવે આપડે કેસો પર એક નજર નાખીએ…
સુરતના શહેરમાં કતારગામ વિસ્તાર 909 કેસની સાથે લિંબાયત ઝોનને પાછળ મુકીને આગળ થઈ ગયો છે. સુરતમાં નવું હોટ સ્પોટ કતારગામ વિસ્તાર બની ચુક્યું છે. અનલોક-1 પહેલા કતારગામ વિસ્તારમાં કુલ 258 કેસ હતા. જ્યારે અત્યારે કુલ કેસોમાં વધારો થયો છે. જેના કારણે અનલોક-1માં અત્યાર સુધીમાં કુલ 651 કેસનો વધારો થયો છે.
રત્નકલાકારો અને ટેક્સટાઈલ સાથે સંકળાયેલા લોકોના કેસમાં વધારો
સુરત શહેરમાં કોરોના સક્ર્મીતોના કુલ 394 કેસ નોંધાયેલા છે. જેમાં કતારગામ વિસ્તારમાં સૌથી વધુ 909 કેસ નોંધાયા છે. જ્યારે ત્યારબાદ લિંબાયત ઝોનમાં કુલ 896 કેસ નોધાયા છે. અનલોક-1 પહેલા લિંબાયત વિસ્તાર સુરત શહેરનો હોટ સ્પોટ વિસ્તાર હતો.
જોકે, અનલોક-1માં કતારગામમાં રહેતા રત્નકલાકારો અને ટેક્સટાઈલ સાથે સંકળાયેલા લોકોના કેસમાં વધારો થતા કોરોનાના કેસમાં ખુબ જ વધારો થયો છે. કતારગામ ઝોનમાં છેલ્લા 24 દિવસમાં જ 651 કેસનો વધારો થતો જોવા મળી રહ્યો છે. જેથી કતારગામ વિસ્તારમાં અનલોક-1માં 3/5 ગણો કોરોનાના સક્ર્મીતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 577 થઇ છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 29,578 એ પહોચ્યો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 18 થયા. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 410 થઇ. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 21,506 થઇ. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6,318 થઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news