મિત્રો, તમે બધા જાણો જ છો કે કોરોના કાળ હોવાથી 22 માર્ચેથી આપણા ભારતમાં દેશ સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું હતું. ત્યારથી તો અત્યાર સુધી શાળાઓ, થિયેટરો બધું બંધ જ રહ્યું હતું. પરંતુ આ અનલોકમાં શાળાઓ તો બંધ જ રાખવામાં આવી પણ થિયેટરો અમુક ગાઈડલાઈન સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી છે.
જેના કારણે સિનેમાઘરોના સંચાલકોને ખુબ જ નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. કોરોના કાળમાં રાજ્યના સિનેમાઘરોને 800 થી 900 કારોડનું નુકસાન થયું છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો સ્થિતિ વધુ બગડશે તેવું સિનેમા સંચાલકો કહી રહ્યા છે. અનલોકની ગાઈડલાઈનને લઈ થિયેટર તો ખુલ્યા છે.
પરંતુ દર્શકોએ સિનેમાઘરોથી અંતર જાળવી રાખ્યું છે. શહેરના 50 થિયેટરમાં ક્યાંય પણ બુકીંગ જોવા મળ્યું ન હતું. હાલના સમયમાં નવી ફિલ્મ ન આવતા રાજ્યના સિનેમાગૃહોમાં ગુજરાતી ફિલ્મો બતાવવામાં આવી રહી છે ત્યારે કોરોનાના કારણે દર્શકો આવી રહ્યા નથી.
સિનેમાઘરોના સંચાલકો દર્શકોની સેફટીને ધ્યાનમાં રાખીને કોરોનાનાં તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે પરંતુ લોકો ડરના કારણે ફિલ્મ જોવા આવી રહ્યા નથી. ગત 15 ઓક્ટોબરે પણ દર્શકો ન મળતા શહેરના તમામ સિનેમાઘરોના શો રદ્દ કરાયા હતા. સિનેમાગૃહના પ્રમુખે જણાવ્યું કે, છેલ્લાં 7 મહીનામાં 800થી 900 કરોડનો ફટકો પડયો છે
અને હવે નવી ફિલ્મ નહિ આવે તો દર્શકો પણ દૂરી બનાવશે તો થિયેટરના AC, સ્ટાફનો પગાર અને પરચુરણ ખર્ચ વધતા વધુ નુકસાન થશે. આમ કોરોના ના કારણે સિનેમા હોલમાં રોનક ખુબ જ ધીમી પડી રહી છે. થિયેટર્સ ખુલ્યા છે પરંતુ દર્શકોએ દૂરી જાળવી રાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle