આણંદ: ઓક્સિજન પાઈપ નીકળી જતાં ફરજ બજાવી રહેલ સ્ટાફ ન આવતા કોરોનાગ્રસ્ત દર્દીનું તરફડીને થયું કરુણ મોત 

હાલમાં ફરી એકવાર હોસ્પિટલની બેદરકારીને કોઈ દર્દીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય એવી ઘટના સામે આવી રહી છે. આણંદમાં આવેલ નામાંકિત તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી.

દર્દીનું ઓક્સિજન લેવલમાં અતિશય ઘટાડો થઈ જતાં તરફડીયા મારી રહેલ દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો હોવાં છતાં હાજર સ્ટાફ તથા ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત નીપજ્યું હતું. જેને કારણે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ માથે લીધી હતી. ઘટનાની ગંભીરતાને સમજી હોસ્પિટલમાં આવી પહોંચેલ ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલના સ્ટાફની ભૂલ હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું.

ડોક્ટર-નર્સિંગ સ્ટાફ હાજર હોવાં છતાં પણ કોઈએ દર્દીનો બેલ રિસીવ ન કર્યો :
આ દુઃખદ ઘટના અંગે ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલની ભૂલ તેમજ પોતાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે, દર્દીના પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યા છે જેનું અમને ખુબ દુઃખ છે. દર્દી કોરોનાને લીધે ICUમાં હતા જ્યાંથી સારવાર પછી સારું થતા તેઓને પ્રાઇવેટ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે દર્દીએ ઇમરજન્સી બેલ માર્યો હતો પણ રૂમની સામે જ આવેલ નર્સિંગ સ્ટેશન પરથી કોઈએ રિસીવ કર્યો ન હતો. ત્યારબાદ દર્દીએ ઘરે કોલ કર્યો તથા ઘરેથી દવાખાને કોલ કર્યો હતો પણ ફરજ બજાવી રહેલ ડોક્ટર દર્દી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું.

દર્દીની સારવાર અર્થે રાત્રે ડો.ભાવેશ, ડો.ક્રિષ્ના, ICU વિભાગના ડો.સુશીલા તેમજ નર્સિંગ સ્ટાફ હાજર હતો. ડોકટરોએ મેડિકલ ટેક્નિક CPR તથા DC સ્ટોક દ્વારા દર્દીને બચાવવા માટે અડધો કલાકથી વધારે સમય સુધી મહેનત કરી હોવાં છતાં દર્દીને બચાવી શક્યા ન હતા.

રાત્રે દર્દીની સ્થિતિ સારી હતી મેં છેલ્લે કુલ 9 કલાક આસપાસ દર્દીનો ઓક્સિજન સહિતનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ ઘટના સ્ટાફની બેદરકારીને લીધે બનેલી હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્ટાફની બેદરકારી બાબતે દિલગીર છું તથા સગાઓના રોષ સાથે સહમત છું.

સ્ટાફની ભૂલ પણ મારી જ જવાબદારીઃ ડો. અજય કોઠીયાલા
​​​​​​​ડો.અજય કોઠીયાલાએ સ્વીકાર્યું હતું કે, ઓક્સિજન પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યા હોઈએ તો તે
જવાબદારી મારી છે. જો કે, સ્ટાફની ભૂલ પણ મારી જવાબદારી છે પણ હું હોઉં નહીંને આવી સ્થિતિનું નિર્માણ થાય તો તેની જવાબદારી હાજર રહેલ નર્સ તથા સ્ટાફની છે. જે બાબતે યોગ્ય તપાસ કરીને ફરિયાદ કરવામાં આવશે તેમજ જવાબદાર સ્ટાફને હોસ્પિટલમાંથી છૂટો કરવામાં આવશે.

રાત્રે સ્ટાફ શું કરતો હતો?: દર્દીના પરિવારજન
મૃતકના ભાણી પીનલબેન પટેલે આક્રોશ સાથે કહ્યું હતું કે, સવારે ઘરે કોલ આવ્યો કે, તેઓની રૂમમાં કોઈ જ નથી. તેઓને ઓક્સિજનની તકલીફ પડે છે. અમે કોલ કરીએ છીએ તો કોઈ જ રિસીવ ન હતું કરતુ. ત્યારપછી રિસેપ્શનિસ્ટને કોલ કરતા તેણે કહ્યું હતું કે, બધાં સ્ટાફ દર્દીની રૂમે પહોંચી ગયો છે.

જો કે, પછી કોલ આવે છે કે, દર્દી મૃત્યુ પામ્યા છે તો મારે પૂછવું છે કે, રાત્રે સ્ટાફ શું કરતો હતો ? ડોક્ટર ઓફિસમાં  કોલ મૂકી દીધો હતો તો કોણ રિસીવ કરે પાસે રાખ્યો હોત તો જવાબ મળત…દર્દીની સંભાળ રાખવાની તેમની ફરજ છે કોવિડ સેન્ટરમાં આવું તૂત ચાલે? આ ખૂબ ખોટું થયું છે અમે કેસ કરવાના છીએ.

મારો ઓક્સિજન પાઈપ નીકળી ગયો છે પરંતુ કોઈ ઈમરજન્સી બેલ રિસીવ કરતું નથી. જ્યારે મૃતકના સાગા કિરણભાઈ પટેલે કહ્યું હતું કે, સવારમાં કોલ આવ્યો હતો કે, મારું કોઈ સાંભળતું નથી. મારો ઓક્સિજન પાઈપ નીકળી ગયો છે. ઇમરજન્સી બેલ માર્યા પણ કોઈ રિસીવ કરતું નથી.

ત્યારબાદ અમારે અમારા સંબંધીને કોલ કરવો પડ્યો હતો. તેમને ડોક્ટરને કોલ કર્યો ત્યારે સ્ટાફ દર્દીના રૂમમાં ગયો હતો તેમજ કહ્યું હતું કે, તમારા સંબંધી મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલની બેદરકારીને લીધે મૃતદેહ લેવાની ના પાડવામાં આવતા પોલીસ ફરિયાદ કરવાના છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *