સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે દેશમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે. ફરી એક વાર દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43509 નવા કેસ સામે આવ્યા છે અને સાથે સાથે 640 દર્દીના મોત થયા છે. દેશમાં 4 લાખ 3 હજાર 840 એક્ટિવ કેસો છે અને બીજી બાજુ 3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો કોરોના સામેની જંગ જીતીને પોતાના ઘરે જઈ ચુક્યા છે.
India reports 43,509 fresh infections, 38,465 recoveries in the last 24 hours; Active caseload currently at 4,03,840, recovery rate at 97.38%: Ministry of Health and Family Welfare pic.twitter.com/yAKlSwOFaQ
— ANI (@ANI) July 29, 2021
કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખ 22 હજાર 662 લોકો મોતને ભેટ્યા છે. જોવા જઈએ તો દેશમાં કુલ 45,07,06, 257 લોકો રસી લઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 43,92,697 લોકોએ વેક્સીન લીધી છે.
કોરોનાની સૌથી વધારે ખરાબ સ્થિતિ અત્યારના સમયે કેરળમાં જોવા મળી રહી છે. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોની સંખ્યાનો 50 ટકા ભાગ કેરળનો છે. બુધવારના રોજ કેરળમાં નવા 22056 કોરોના કેસો સામે આવ્યા છે. સાથે જ સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 33,27,301 થઈ છે. સાથે સાથે અહિયાં 131 લોકો મોત થયા છે કેરળમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા 16457 પહોચી ગઈ છે.
COVID19 | Total samples tested up to 28th July are 46,26,29,773 including 17,28,795 samples tested yesterday pic.twitter.com/A3pMi7HhC9
— ANI (@ANI) July 29, 2021
કેરળ રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત લોકો મલપ્પુરમમાં 3931, ત્રિશૂરમાં 3005, કોઝિકોડમાં 2400, એર્નાકુલમમાં 2397, પલક્કડમાં 1649 અને કોલ્લમમાં 1462, અલાપ્પુઝામાં 1461, કન્નૂરમાં 1179, તિરુવનંતપુરમમાં 1101, કોટ્ટાયમમાં 1067 કોરોનાના કેસો સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.