ચીનના વુંહાન શહેરને કોરોનાવાયરસ નો પિતા માનવામાં આવે છે.લાંબા સમયના lockdown બાદ ચીનના વુહાંનમાં હવે લોકોનું જીવન સામાન્ય થઈ રહ્યું છે પરંતુ ઉત્તર પૂર્વી શહેર હારબીન કોરોના નું નવું કેન્દ્ર બનતું દેખાઈ રહ્યું છે.
આ જીવલેણ મહામારીએ ચીન જ નહીં પરંતુ આખી દુનિયામાં કોહરામ મચાવી રાખ્યો છે અને પોણા બે લાખથી વધારે લોકો અત્યાર સુધી માર્યા ગયા છે. વુહાંન બાદ હવે હાર્બિંન શહેરમાં કોરોના નું કેન્દ્ર બની ગયું છે જેના બાદ ચીનની સરકાર આખા શહેરને સીલ કરી દીધું છે.
ચીનનું હાર્બિંન રશિયન સીમા સાથે જોડાયેલું છે આ કારણે અધિકારીઓએ સાવધાની વર્તતા આખા ક્ષેત્રમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
જણાવી દઈએ કે કોરોનાવાયરસ ની શરૂઆત ચીનમાંથી થઈ હતી. મહિનાઓના lockdown બાદ વુહાન સંક્રમણ મુક્તક જણાવીને ત્યાં નવજીવન સામાન્ય કરી દીધું.ત્યાર બાદ ચીને દાવો કર્યો હતો કે તેણે કોરોનાવાયરસ પર નિયંત્રણ મેળવી લીધું છે અને બીજા દેશોના મુકાબલે ત્યાં મૃતકોની સંખ્યા ખૂબ ઓછી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news