કોરોનાએ આ ગામના લોકોને વહેલી સવારમાં આકાશમાં દેખાડ્યો મોટો ચમત્કાર, જોતજોતામાં વાત દુનિયાના દરેક ખૂણામાં પહોચી ગઈ

હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસના કારણે સંપૂર્ણ લોકડાઉન છે. લોકડાઉનના કારણે સમગ્ર દેશભરમાં ચાલતા કારખાનાઓ અને મોટામોટા ઉદ્યોગો થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે-સાથે કોરોનાની બીકે રોડ અને હાઈવે પર દોડતા અસંખ્ય વાહનો પણ બંધ તહી ગયા છે, રસ્તા પર અવર-જવર બંધ છે, લોકો ઘરની બહાર ના નીકળતા પર્યાવરણને ઘણો ફાયદો થયો છે. અને આ બધું થવાથી પ્રદુષણમાં ભારે ઘટાડો થયો છે.

આથી જ જાણે પંજાબના જલંઘરમા અચાનક એક ચમત્કાર જોવા મળ્યો. જી હા પ્રદૂષણનું સ્તર ખુબ સુધરી રહ્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જલંધરમાં જોવા મળ્યું. વહેલી સવારે લોકોએ પોતાના ઘરની બહારનું દ્રશ્ય જોયું તો ચોંકી ઉઠ્યા. જી હા હિમાલય પર્વતનો નજારો જલંધરથી જોવા મળ્યો, જે ત્યાંથી લગભગ 190 કિલોમીટર દૂર છે. આપણે કહી શકીએ કે કોરોના વાયરસના કારણે આ ચમત્કાર થયો છે.

વહેલી સવારે જલંધરના લોકો ઘરની બહાર આવ્યા ત્યારે તેઓ દંગ રહી ગયા. આવું એટલા માટે થયું કારણ કે હિમાલયના સફેદ બરફના પર્વતોનું દ્રશ્ય તેમના ઘરમાંથી સ્પષ્ટ જોઈ શકાતું હતું. જલંધરના રહેવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલા દૂરથી પર્વતોને જોવા કેવી રીતે શક્ય છે.

તમને જણાવી દઇએ કે કે હિમાલયના આ સફેદ પર્વતો જલંધરથી આશરે 190 કિલોમીટર દૂર મોકલોટગંજથી જોઇ શકાય છે. પરંતુ જલંધરના વાદળી આકાશમાં આજે જોવામાં આવેલી આ તસવીરોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ક્રિકેટર હરભજન સિંહે પણ આની તસવીર શેર કરી છે.

જલંધરના લોકોનું કહેવું છે કે કોરોના વાયરસના કારણે પંજાબ સહિત સમગ્ર દેશમાં ફેલાયેલા પ્રદૂષણ ધીરે ધીરે ખત્મ થઈ રહ્યું છે. જેના કારણે અત્યારે વાતાવરણમાં તાજી અને શુધ્ધ હવાનો અનુભવ થાય છે. વાતાવરણ હવે બિલકુલ ચોખ્ખું થઇ ગયું છે. હવે તેઓને શુધ્ધ હવા મળી રહી છે અને તેમના જીવનકાળનો સમય થોડોક વધુ વધી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *