કોરોના વાયરસથી અત્યાર સુધી આખી દુનિયામાં 17387 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જ્યારે તેનાથી પ્રભાવિત 17205 લોકો ફક્ત ચીનમાં છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 362 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.દુનિયાના મોટા દેશો કોરોના વાયરસની દવા શોધે તે પહેલા થાઈલેન્ડના ડોક્ટરોએ કેટલીક દવાઓને ભેગી કરી નવી દવા બનાવી છે. થાઈલેન્ડ સરકારનો દાવો છે કે આ દવા સફળ પણ છે. તેને આપ્યા બાદ એક દર્દી 48 કલાકમાં સાજો થઇ ગયો હતો.
થાઈલેન્ડના ડોક્ટરે જણાવ્યું કે અમે ૭૧ વર્ષીય સ્ત્રી દર્દીને અમારી નવી દવા આપી 48 કલાકમાં સાજી કરી દીધી છે. દવા આપ્યાના ૧૨ કલાકમાં જ દર્દી બેડ પર બેસવામાં સક્ષમ હતી , જ્યારે તેના પહેલા તે થોડી ઘણી સાજી થઈ રહી હતી. ૪૮ કલાકમાં તે 90% સાજી થઈ ચૂકી છે. થોડા દિવસોમાં અમે તેને સંપૂર્ણ રીતે સાજી કરી ઘરે મોકલી આપીશું.
ડોક્ટરે જણાવ્યું કે અમે જ્યારે લેબોરેટરીમાં આ દવાનુ પરીક્ષણ કર્યું તો તેનાથી ખૂબ સકારાત્મક પરિણામ મળ્યા. તેણે 12 કલાકમાં જ દર્દીને રાહત આપી છે. 48 કલાકમાં દર્દી સંપૂર્ણ રીતે સાજો થઈ ચૂક્યો છે.
ડોક્ટર ક્રિયાનસાક એ જણાવ્યું કે કોરોના વાયરસના ઈલાજ માટે અમે એન્ટી ફ્લૂ ડ્રગ ઓસેલટામિવિરને લોપીનાવિર અને રિટોનાવિર સાથે ભેળવીને નવી દવા બનાવી છે. આ દવા ખૂબ સફળ રહી છે. અમે અને વધારે સફળ બનાવવા માટે લેબોરેટરીમાં પરીક્ષણ કરી રહ્યા છીએ.
આ ડોક્ટરે જણાવ્યું કે આ વાયરસ ના ઈલાજ માટે અમે એન્ટી ફ્લૂ ડ્રગ ઓસેલટામિવિરને HIV ના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દવા લપીનાવિર અને રિટોનાવિર સાથે મેળવી નવી દવા બનાવી છે.
થાઈલેન્ડમાં કોરોના વાયરસથી સંક્રમિત 19 કન્ફર્મ કેસો સામે આવ્યા છે. તેમાંથી આઠ દર્દીઓને 14 દિવસમાં સાજા કરી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 11 લોકોનો હજુ સુધી ઈલાજ ચાલી રહ્યો છે. ડોક્ટરે આશા રાખી છે કે આ નવી દવાથી અમે તેમને જલદી સાજા કરી ઘરે મોકલી આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.