જાણો કેમ ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલા લોકોના અચાનક મૃત્યુ થવા લાગ્યા- સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કેસ 55,822 થઈ ગઈ છે. કોરોના વાઈરસના ગુજરાતમાં અત્યાર સુધી માં 2,326…

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કેસ 55,822 થઈ ગઈ છે. કોરોના વાઈરસના ગુજરાતમાં અત્યાર સુધી માં 2,326 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. આ આંકડો દેશના બીજા રાજ્યોમાં કોરોનાથી થનાર મોતની સરખામણીએ વધારે છે. ત્યારે હાલમાં ગુજરાતમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, હોસ્પીટલમાં સારવાર દરમિયાન સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થયા પછી દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી, પરંતુ બાદમાં તેમના મોત થઈ ચૂક્યા છે. ખરેખર આ એક આશ્ચર્યજનક વાત છે.

આવી જ એક ઘટના હાલમાં સૂરતમાં સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં સૂરતમાં આવેલ સીમર હોસ્પિટલમાં સારવાર પછી 70 વર્ષીય મહિલાને થોડા દિવસ માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ તેને હોસ્પીટલમાં રજા આપી દેવામાં આવી હતી, તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ચૂક્યો હતો, પરંતુ ઘર પહોંચ્યા પહેલા જ તેમનું રસ્તામાં મોત થયું હતું.

હાલમાં આ ઘટનાથી મૃતક મહિલાનો પરિવાર શોકમાં છે. ડોક્ટરો પણ આ મહિલાના મોતથી આશ્ચર્યચકિત છે. આ ઉપરાંત, અમદાવાદમાં પણ એક આવો જ કેસ થોડાક દિવસો પહેલા આવ્યો હતો, જેમાં હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈને ઘરે જઈ રહેલા એક વ્યક્તિનું રસ્તામાં મોત થઈ ચૂક્યું હતું. તેનો મૃતદેહ બસ સ્ટેન્ડ પરથી મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમનું મોત થયું હતું. તે સિવાય સુરતના એક ડોક્ટરનું પણ મોત કંઈક આ રીતે જ થયું હતું. તેઓ કોરોનામાંથી સ્વસ્થ્ય થઈ ચૂક્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો, પરંતુ અચાનક તેમનું મોત થઈ ગયું હતું.

ગુજરાતમાં કોરોના રીપોર્ટ નેગેટીવ હોવા છતાં મોત

ગુજરાતમાં છેલ્લા અમુક દિવસોથી આવા કેસ સામે આવી રહ્યા છે. આવા કેસના કારણે હાલમાં ડોકટરો પણ આશ્ચર્યચકિત છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે એક્સપર્ટ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સભ્ય અને પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ફેંફસામાં લોહીની ગાંઠો બની જાય છે, જેની અસર વ્યક્તિના શરીર પર લાંબા સમય સુધી રહે છે. ઘણા કેસોમાં કોમોરબિડ થવાના કારણે હાઈપર ઈંફ્લામેટરી ફંડ હાઈપર ક્લોટિંગ પર કોરોનાની અસર થાય છે. ડો. તેજસ પટેલે આ ઘટના અંગે વધુમાં જણાવ્યું હતું કે, ક્લોટિંગની અસર કોરોના દર્દી પર સ્વસ્થ્ય થયાના એક દિવસથી લઈને 45 દિવસ સુધી રહે છે, જે દર્દીઓ પર કોરોનાની અસર વધારે હોય છે, તેનું બ્લડ થીનરનું ઈન્જેક્શન આપવામાં આવે છે, જેથી દર્દી હાર્ટએટેક, બ્રેન સ્ટોકથી બચી શકે. ગુજરાતમાં કોરોનામાંથી સ્વસ્થ્ય થયા પછી જે કેસોમાં દર્દીઓનું મોત થયું છે, તેનું મુખ્ય કારણ હાર્ટએટેક અને બ્રેન સ્ટોક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *