કોરોના વાયરસ પોઝીટીવ દર્દીઓની સંખ્યા ભારતમાં સતત વધી રહી છે. દેશ પરથી કોરોનાનું સંકટ ક્યારે ખતમ થશે તેને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સિંગાપુર થી ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. સીંગાપોર યુનિવર્સિટીએ એક સારી ખબર આપી છે. ડેટા સાયન્સ દ્વારા દાવો કરાયો છે કે ભારતમાં 20 મે આસપાસ કોરોના વાયરસ ખતમ થઈ શકે છે. જણાવી દઈએ કે ભારતમાં હાલ કોરોના સંક્રમણને રોકવા માટે 3 મે સુધી લોકડાઉન લાગુ છે.
સીંગાપુર ની સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કોરોના વાયરસના ફેલાવાની ઝડપનું રીસર્ચ કર્યું છે. સિંગાપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના દાવા મુજબ આ ડેટા દર્દીઓના સાજા થવા અને સંક્રમિત થવા પર આધારિત છે. આ વિશ્લેષણ Susceptible infected recovered (SIR) પર આધારિત છે. યુનિવર્સિટીએ લગભગ તે બધા દેશો પર ડેટા દ્વારા રિસર્ચ કરી છે જ્યાં કોરોના સંક્રમણ છે. ખાસ વાત તે છે કે તેમના ડેટા આધારિત ગ્રાફને જોયા બાદ જાણકારી મળી છે કે ઈટાલી અને સ્પેનમાં આ લગભગ સાચું સાબિત થઈ રહ્યું છે. આ બંને દેશોમાં આ મેના પહેલા અઠવાડિયામાં વાયરસની અસર ખતમ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે જે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસ ના કેસ બમણા થવાની સરેરાશ હાલમાં 9.1 દિવસ છે. જ્યારે શુક્રવાર સવારે 8 વાગ્યાથી શનિવાર સવારે 8 વાગ્યા સુધી દેશમાં નવા કેસનો વૃદ્ધિદર 6 ટકા નોંધાયો. જે દેશના 100 કેસના આંકડાને પાર કર્યા બાદથી રોજના આધારે સૌથી ઓછો વૃદ્ધિ દર છે.
ગઈકાલ સુધી કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુદર 3.1 ટકા છે, જ્યારે દર્દીના સાજા થવાનો દર 20 ટકાથી વધારે છે. જે મોટાભાગના દેશોની તુલનાએ સારો છે. દેશમાં લોકડાઉન સારી અસર બતાવી રહ્યું છે. દેશના 11 રાજ્ય એવા છે જ્યાં દર્દીઓનો આંકડો 150 સુધી પહોંચી ગયો છે. પરંતુ હજુ સુધી એકપણ દર્દીનું મોત થયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news