કોરોનાનાં વ્યાપમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સુરત શહેરમાં તો જાણે કાળે ધામા નાંખ્યા હોય એમ ટપોટપ અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. વડોદરામાં પણ દિનપ્રતિદિન કોરોના વકરી રહ્યો છે. આવા સમયમાં સમજદાર બનવાને બદલે લોકો બેજવાબદાર બનીને ફરી રહ્યા છે.
હાલમાં જયારે કોવિડ ગાઇડલાઇનનું અમલ કરાવતી જોઇન્ટ એન્ફોર્સમેનટની ટીમ દ્વારા માસ્ક ન પહેરીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા યુવકોને ફૂલોના હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. દંડ કરવાને બદલે વોર્ડ નંબર 12માં ફૂલોના હાર પહેરાવી બહુમાન કરાતા સન્માન સ્વિકારનારે શરમની લાગણી અનુભવી હતી.
માસ્ક વિના નીકળનાર સાથે ગાંધીગીરી:
કોરોના બેકાબૂ બનતો જઈ રહ્યો છે ત્યારે દરરોજ કોરોનાના દર્દીઓ માટે નવા બેડ તૈયાર કરવાની સુવિધા તંત્રએ યુદ્ધના ધોરણે શરુ કરી દીધી છે. એક બાજુ જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા શહેરના અનેકવિધ વિસ્તારોમાં કામગીરીની શરૂઆત કરી છે.
તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે શક્ય એટલાં તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતીમાં પણ લોકો માસ્ક ન પહેરવાનું બેવકુફી ભર્યુ વલણ દાખવી રહ્યા છે તેમજ બિંદાસ્ત બહાર ફરી રહ્યા છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે અનોખુ વલણ દાખવવામાં આવ્યું છે.
ગાઈડલાઈનનું લોકો પાલન કરે તે માટેનો પ્રયાસ:
પાલિકાના વોર્ડ નં –12ની ટીમ કોવિડ ગાઇડલાઇના પાલનની કામગીરીમાં હતી. આ દરમિયાન યુવકો માસ્ક વિના દેખાઈ આવતા તેઓને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોનાને આમંત્રણ પાઠવવા માટે જાહેર માર્ગમાં અનોખુ બહુમાન કરવામાં આવ્યું હતું.
આવું કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે પ્રેરવાનું છે. જો તેમ ન કરે તો સ્થિતી વધારે વકરતી જશે. સરકારના લાખ પ્રયત્ન પછી પણ લોકો કોવિડ ગાઇલાનના પાલનમાં ઢીલાશ શહેરમાં કોરોનાની સ્થિતી વધારે બગાડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.