ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. ત્યારે ગત ત્રણ દિવસની અંદર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના 53 કેસ સામે આવી ચુક્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસથી મુશ્કેલી વધી છે. અમદાવાદમાં વધુ ત્રણ કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન ખાતે કોરોના વાયરસને લઇને સમીક્ષા બેઠક યોજાઇ હતી.
31 માર્ચ સુધી વિદેશી શીપની એન્ટ્રી પર પ્રતિબંધ
વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર મંગળવારે સવારે ઈરાનથી 58 ભારતીય નાગરિકોના પહેલા ગ્રુપને લઈને ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી ગયું છે. વિમાન સોમવારે રવાના થયું હતું. મળતી માહિતી પ્રમાણે, ઈરાનમાં લગભગ બે હજાર ભારતીય રહ્યા છે. ત્રણ દિવસ પહેલા ઈરાનની મહાન એરલાઈન ત્યાંથી 300 ભારતીયોના સેમ્પલ ભારત લાવી હતી. સાથે જ દેશમાં સોમવાર સુધી કોરોના વાઈરસથી સંક્રમણના કુલ 47 કેસની પુષ્ટી થઈ ચુકી છે. મોડી રાતે દુબઈથી પૂણે બે વ્યક્તિઓમાં સંક્રમણનો કેસ સામે આવ્યો છે. બન્ને પૂણેના નાયડૂ હોસ્પિટલમાં દાખલ છે. આ પહેલા અમેરિકાથી પાછા આવેલા યુવક કર્ણાટકમાં અને ઈટલીથી પાછો આવેલો યુવક પંજાબમાં સંક્રમિત મળી આવ્યો હતો.
Kerala Chief Minister Pinarayi Vijayan: Six more cases of #Coronavirus have been confirmed in Kerala, the total number of the state is now 12 https://t.co/I8plxIVc2D pic.twitter.com/mOEj4gASrX
— ANI (@ANI) March 10, 2020
કેરલમાં કોરોના વાઈરસ ના 6 નવા કેસ
જણાવી દઈએ કે, કેરળમાં મંગળવારે કોરોના વાઈરસના 6 નવા દર્દી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે. આ સમાચાર ખુદ કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આપ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, કોરોના વાયરસના 6 નવા કેસની રાજ્યમાં પુષ્ટી કરવામાં આવી છે.. હવે રાજ્યમાં કોરનાના દર્દીઓની સંખ્યા 12 થઈ ગઈ છે.
અત્યાર સુધી 43 કેસ સામે આવ્યા: સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું અમે દિલ્હી સરકારને કહ્યું કે જો સંક્રમણના કેસ વધશે તો આઈસોલેશન વોર્ડ બનાવવા સિવાય ડોક્ટરોની ઉપલબ્ધતા વધારવા, દર્દીઓને અલગ અલગ રાખવાની સાથે સાથે અન્ય સાવધાની પણ રાખવી પડશે. શરદી ખાંસી થાય તો તાત્કાલિક અલગ રાખો . હોસ્પિટલમાં જઈને તપાસ કરાવી લો. અમે રાજ્ય સરકારોને પણ કહી રહ્યા છીએ કે સંક્રમણના નિવેડા માટે જે પણ તૈયારીઓ કરવાની છે એ આજે જ કરી લો. છેલ્લા ત્રણ દિવસોમાં 31 લેબ બનાવાઈ છે. સ્થિતિ પર નિયંત્રણના દરેક શક્ય પ્રયાસો કરાઈ રહ્યા છે. અત્યાર સુધી 43 કેસ સામે આવ્યા છે, જેમાંથી 3 સ્વસ્થ થઈ ગયા છે.
ભારતમાં Corona પોઝીટીવ કેસની સંખ્યા 47
ભારતમાં Corona પોઝીટીવ કેસની સંખ્યા 47 થઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાજ્યોને કોરોના બાબતે ગંભીર થવાની તાકીદ કરી હતી.કેરળમાં એક ત્રણ વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કેરળ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક અને જમ્મુમાં એક-એક કેસ નોંધાયા હતા. એક દિવસમાં દેશભરમાં કુલ છ Corona પોઝીટીવ કેસ નોંધાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.