કોરોના તો CAA અને NRC જેવા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા ભારતમાં ફેલાવવામાં આવ્યો છે: જાણો કોણે કહ્યું?

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે…

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં પાંચમું મોત થતા ખળભળાટ મચી ગયો છે. કોરોના વાયરસનો ખતરો રોજબરોજ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના ભરડામાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો કોરોના વાયરનો શિકાર બની ચુક્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ આ કાતિલ વાયરસથી બચવા માટે રવિવારે લોકોને જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. આવા વાતાવરણ વચ્ચે યુપીના પૂર્વ સાંસદે કોરોનાની દહેશતને એક કપટ ગણાવ્યું છે.

CAA અને NRC ધ્યાન ભટકાવવાનો મુદ્દો

આઝમગઢના પૂર્વ સાંસદ રમાકાંત યાદવે પોતાની બુદ્ધીનું પ્રદર્શન કરતાં કહ્યું કે, કોરોનાને ખાલી ખોટો ઉછાળવામાં આવી રહ્યો છે. તેમના મત મુજબ દેશમાં એનઆરસી, સીએએ અને મોંઘવારી જેવા મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કોરોનાનો મોદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે.

રમાકાંત યાદવે વધુમાં પોતાની બુદ્ધીનું પ્રદર્શન કરતાં કહ્યું કે, વિશ્વમાં કોરોના થઈ શકે છે પરંતુ ભારતમાં ન થઈ શકે. તેઓએ દાવો કર્યો કે કોરોના સંક્રમિત વ્યક્તિને તે ગળે લગાડવા માટે પણ તૈયાર છે, એક મીટરનું અંતર રાખવાની જરૂર જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *