હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે ઘણાં લોકો પ્લાઝમાનું દાન કરી રહ્યાં છે. એવામાં સુરત શહેરમાંથી એક વ્યક્તિએ પ્લાઝમાનું કુલ 74 વખત દાન કર્યું છે.આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીનાં હસ્તે ‘લોકસમર્પણ બ્લડ બેંક’ ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં સહયોગથી ‘કોવિડ-૧૯ પ્લાઝમા સેન્ટર’ની શરૂઆત કરવામાં આવી.
આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોશ, મેયર જગદીશ પટેલની ઉપસ્તિથીમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં પ્રમુખ કાનજી ભાલાળા તેમજ બીજાં સભ્યોએ બ્લડ બેંકને માટે કુલ રૂ.11 લાખની ધનરાશિ દાન કરી હતી.
આ પ્રસંગે કિશોર કાનાણીએ જણાવતાં કહ્યું હતું કે, કોરોનાથી સંક્રમિત દર્દીઓને બધી જ પ્રકારની સારવાર મફત તેમજ શ્રેષ્ઠ મળે એ માટે રાજય સરકારે નવી હોસ્પિટલોનું નિર્માણ, બેડની ક્ષમતા સહિતની સુવિધાઓ તત્કાલ જ ઉભી કરી છે. ‘લોકસમર્પણ રકતદાન કેન્દ્ર’ ખાતે પ્લાઝમા ડોનેટ કરનાર ડો.અમુલખ સવાણીએ જણાવતાં કહ્યું હતું કે, 1 પ્લાઝમાથી કુલ 2 વ્યકિતને નવજીવન આપી શકાય છે.
47 વર્ષીય પ્લાઝમા ડોનર તથા વ્યવસાયે રેડિયોલોજીસ્ટ ડો.જગદીશ વઘાસિયા કુઇલ 74 વાર બ્લડ ડોનેશન કરી ચૂકેલા છે. કોરોનાને મ્હાત આપીને પ્રથમવાર પોતાના પ્લાઝમાનું દાન કરીને તેમણે બીજાંને પણ પ્રેરણા પૂરી પાડી છે. તેમણે જણાવતાં કહ્યું હતું કે, બીજાની જીંદગીને બચાવવા માટે હું બ્લડ ડોનેશન કરતો હતો પણ હવેથી હું પ્લાઝમા ડોનેટ પણ કરીશ.
પહેલાં દિવસે જ કુલ 12 લોકોએ પ્લાઝમાં ડોનેટ પણ કર્યા હતા તેમજ તેમાંથી કુલ 21 કોરોના પોઝિટિવ દર્દીઓને પ્લાઝમાં થેરાપી પણ આપવામાં આવી હતી. ‘લોક સમર્પણ બ્લડ બેન્ક’ દ્વારા ફક્ત 8,000 રૂપિયામાં જ પ્લાઝમા આપવામાં આવશે. પ્લાઝમા ડોનેશનની શરૂઆત થવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતને લાભ થશે એવું કાનજી ભાલાળા એટલે કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખે જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP