કોરોના કેસો દેશમાં દિવસેને દિવસે વધી જ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ચાર લાખથી વધારે કેસો નોંધતા દેશમાં ચિંતાનો વિષય બન્યો છે. સાથે સાથે રાહતના સમાચાર એ પણ છે કે, કોરોનાથી સાજા થનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે અને મોટી માત્રમાં લોકો સાજા થઇને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. હાલના સમયમાં પણ કોરોનાના કડક નિયમોનું પાલન થઇ રહ્યું છે, પરંતુ હાલના સમયમાં પણ ઘણા બેજવાબદાર લોકો છે જેને કોરોનાની કઈ જ પડી નથી અને તેમના પરિવાર અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવા જ એક સમાચાર હાલ સામે આવ્યા છે.
એકતરફ કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે અને બીજીબાજુ હોસ્પિટલથી સ્મશાન સુધી લોકોની લાંબી લાંબી લાઈનો લાગેલી છે. આવી પરીસ્થિતિ વચ્ચે પણ કેટલાક લોકો દ્વારા બેદરકારી દાખવી રહ્યા છે અને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હાલ એવો જ એક કિસ્સો નીવાડી જીલ્લા માંથી સામે આવ્યો છે, જ્યાં એક માણસની ભૂલને કારણે આખું ગામ કોરોનાનું ભોગ બન્યું છે.
નીવાડી જિલ્લાના એક ગામના વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા તેને સેલ્ફ આઇસોલેશન રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આ યુવાને કોરોના ગાઈડલાઈન્સના લીરે લીરા ઉડાવી નાખ્યા હતા અને આખા ગામમાં કઈ જ ના થયું હોય તેવી રીતે ભટકતો રહ્યો હતો. આટલું જ નહિ તેણે ગામમાં થયેલા એક લગ્નમાં પણ હાજરી આપી હતી. આ બેજવાબદાર વ્યક્તિના કારણે આજે આ ગામમાં કેટલાય લોકોને કોરોનાએ પોતાનો ભોગ બનાવ્યા છે અને અનેકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રને બાતમી મળતાની સાથે જ આખા ગામને રેડ ઝોન જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યું હતું. હવે ગામની બહાર અને અંદરથી આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પોલીસ દ્વારા બેરિકેડ મૂકીને ગામના મુખ્ય માર્ગો પર કડકપણે દેખરેખ રાખવામાં આવી રહી છે અને ગામના દરેક લોકો તેમના ઘરની અંદર જ પુરાવા મજબુર બન્યા છે.
આ દરમિયાન આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ હતી અને સાથે-સાથે અત્યારે ડોકટરોની ટીમ ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે. આ સાથે જ પોલીસે કોરોના ફેલાવનાર યુવક સહિત ગુપ્ત રીતે લગ્ન કરનાર ત્રણ લોકો પર પણ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ ગામનો 24 વર્ષીય યુવાન 27 એપ્રિલના રોજ કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારપછી પણ તેણે પોતાને સેલ્ફ ક્વોરન્ટાઇન કરવાને બદલે કઈ થયું જ નથી તેમ આખા ગામમાં રખડતો રહ્યો હતો. આ સાથે સાથે જ ગામમાં 29 એપ્રિલના રોજ એક ગુપ્ત રીતે લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ લગ્નમાં આ યુવાન એક સુપર સ્પ્રેડર બનીને ગયો હતો અને ફોટો પણ પડાવ્યો હતો. આ સાથે સાથે જ જમવાનું પીરસવામાં પણ ઉભો હતો.
બીજા જ દિવસે એટલે કે, ૩૦ એપ્રિલના રોજ જાનમાં પણ સામેલ થયો હતો અને આ જાનમાં લોકો સાથે ડાન્સ કરતા પણ નજરે ચડ્યો હતો. સાથે સાથે લગ્નના સ્ટેજ પર દુલ્હા દુલ્હન સાથેના ફોટોમાં પણ દેખાઈ રહ્યો હતો. લગ્નમાંથી ઘરે આવતી વખતે પણ આ યુવાન આખા ગામમાં ભટકતો રહ્યો હતો. આ બનાવ બાદ ગામમાં એક પછી એક લોકો બીમાર પડવાની શરૂઆત થઇ હતી. જયારે લોકોએ પોતાની તપાસ કરાવી ત્યારે ૬૦ લોકોમાંથી ૩૦ લોકો એકસાથે કોરોના પોઝીટીવ આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.