ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો: સૌરાષ્ટ્રના આ બે ગામમાં કરવામાં આવ્યું સ્વયભૂં લોકડાઉન

હાલમાં કોરોનાના સતત વધતા કેસો દરમિયાન જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. અહી સપ્તાહમાં 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આજે રાતથી 11 એપ્રિલ સુધી લોકડાઉન પાળવામાં આવશે. દૂધની ડેરી સવારે માત્ર 2 કલાક જ ખુલ્લી રહેશે. સંપૂર્ણ લોકડાઉનની રાતના 8 વાગ્યથી અમલવારી કરવામાં આવશે.

દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આજથી 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. સવારના 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે અને નિયમનો અનાદર કરનાર વેપારીને 1000નો દંડ પણ કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 2640 કેસ નોંધાયા છે અને 2066 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 11 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે.

અત્યાર સુધીમાં 4539 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4539 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો જોવા મળ્યો છે આ ઉપરાંત મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોનાની રફતાર વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 621 કેસ અને ગ્રામ્યમાં 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 506 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 322 કેસ, જ્યારે ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 262 કેસ અને ગ્રામ્યમાં 45 કેસ નોંધાયા છે.

કેટલા લોકોને અપાઇ વેક્સિન?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,30,124 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 65,06,028 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

અમદાવાદની એક જ સોસાયટીના 140 જેટલા લોકો કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહરેના ગોતા વિસ્તારમાં આવેલ ICB ફ્લોરા સોસાયટીમાં કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. ICB ફ્લોરામાં 36 મકાન માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે. આ સોસાયટીમાં 36 મકાનના 140 જેટલા નાગરિકોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલા પણ ICB ફ્લોરા કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવી ચૂક્યું છે.

અમદાવાદમાં બાળકોમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ
જાણવા મળ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટિવ છે. બાળકોને કોરોના વધતા ડોકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે. વધુમાં જણાવી દઈએ કે, કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ડો. રજનિશ પટેલે જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો 540 પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *