24 કલાકમાં કોરોના ના 63,489 નવા કેસ, મૃત્યુઆંક 50 હજારની નજીક

ભારત (India) ભરમાં કોરોના (coronavirus) પોઝિટિવ કેસોની સંખ્યા દરરોજ 60 હજારથી વધુ આવી રહી છે. રવિવારે જાહેર થયેલા દેશના આંકડાઓ મુજબ, દેશમાં 24 કલાકમાં 63,489 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ, 944 દર્દીઓએ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા હવે 25,89,682એ પહોંચી ગઈ છે.

COVID-19ના દેશમાં હવે 6 લાખ 77 હજાર 444 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 18 લાખ 62 હજાર 258 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 49,980 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે બહાર પાડેલા આંકડાઓ મુજબ, દેશમાં 15 ઓગસ્ટ સુધીમાં કુલ 2,93,09,703 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. માત્ર શનિવારે જ 7,46,608 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના સૂચના બાદ ગુજરાત અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો નોંધાયો છે.

24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1094 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કેસનો આંકડો 77,663 પહોંચ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં 24 કલાકમાં 19 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ કુલ મૃત્યુઆંક 2767એ પહોંચ્યો હતો. તો કુલ 60537 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14395 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 વેન્ટિલેટર પર છે અને 14283 દર્દીની હાલત સ્થિર છે.

આજે રાજ્યમાં 51,000થી વધારે ટેસ્ટ કરાયાઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ટેસ્ટ વધારવાની ટકોર કર્યા બાદ ગુજરાતમા ઉત્તરોત્તર કોરોના ટેસ્ટમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આજે રાજ્યમાં 51217 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12,62,264 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિઃ
સુરતમાં 86, અમદાવાદમાં 14, બનાસકાંટા 11, મોરબી, 39, રાજકોટ, 31, ગાંધીનગર 20, ગીર સોમનાથ 20, મહેસાણા 16, ભાવનગર 15, સુરેન્દ્રનગર 16, ખેડા 15, જૂનાગઠ 14, નવસારી 11, વડોદરા 11, આણંદ 8, વલસાડ 7 કેસનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં નવા 148 કેસ, 3ના મોતઃ
અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 162 નવા કેસ નોંધાયા હતા અને 3 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 188 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 14 ઓગસ્ટની સાંજથી 15 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 148 અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે.જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 168 અને જિલ્લામાં 20 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 28,840એ પહોંચ્યો છે. જ્યારે 23,708 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં 1,655 દર્દીઓ કોરોના સામે લડતાં લડતાં મોતને ભેટ્યા છે.

સુરતમાં કોરોનાના દર્દીઓ ની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે આજે વધુ 234 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 166 જયારે ગ્રામીણ વિસ્તારમાં 68 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 17262 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મૃત્યુ આંક 729 પર પહોંચ્યો છે, તેવામાં આજે 374 દર્દી કોરોનાને હાર આપીને પોતાના ઘરે પાછા ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *