પીએમ મોદી- “અર્થવ્યવસ્થાને પાટા પર પાછા ફરવાના સંકેત દેખાઈ રહ્યા છે”

દેશમાં વધેલા કોરોના સંકટ વચ્ચે આજથી બે દિવસ માટે કેન્દ્ર અને રાજ્યોની મહત્ત્વની બેઠકો શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબ, ચંદીગઢ સહિત પહાડી અને પૂર્વ ઉત્તર રાજ્યો સાથે બેઠક કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભવિષ્યમાં જ્યારે પણ ભારત કોરોના સામે આવી રીતે થયેલી લડાઈ નું અધ્યયન થશે તો આ સમય એટલા માટે પણ યાદ કરવામાં આવશે કે આપણે એક સાથે મળીને કામ કર્યું હતું.

પીએમે કહ્યું કે દુનિયાના મોટા મોટા એક્સપર્ટ, સ્વાસ્થ્યના જાણકાર અને ભારતના લોકો દ્વારા બતાવવામાં આવેલ અનુશાસનની આજે ચર્ચાઓ થઈ રહી છે. ભારતનો રિકવરી રેત 50 ટકાથી પણ વધારે છે. આજે ભારત દુનિયાના એ દેશોમાં અગ્રણી રહ્યો છે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓનું જીવન બચી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણે આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે કોરોનાને જેટલો રોકી શું તેટલો જ વધતો રોકી શકાશે. એટલે જ આપણી અર્થવ્યવસ્થા ખુલી છે, આપણી ઓફિસો ખુલશે, માર્કેટ ખુલશે,ટ્રાન્સપોર્ટના સાધનો ખુલશે અને એટલા જ નવા રોજગારના અવસરોને પણ સામે આવશે.

મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોના ઉત્પાદનનું માર્કેટિંગના ક્ષેત્રમાં હાલમાં જે સુધારા કરવામાં આવ્યા છે તેનાથી ખેડૂતોને ખૂબ લાભ થશે. તેનાથી ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે નવા વિકલ્પો મળી રહેશે. તેમની આવક વધશે અને સ્ટોરેજના અભાવના કારણે તેમને જે નુકસાન થતું હતું તેને પણ આપણે ઓછું કરી શકીશું.

પીએમ મોદીએ કહ્યું કે લોકલ પ્રોડક્ટ માટે જે કલસ્ટર બેઝ્ડની જાહેરાત કરવામાં આવી છે, તેનો પણ આજે દરેક રાજ્યમાં અમલ થશે. તેના માટે જરૂરી છે કે આપણે દરેક બ્લોક અને દરેક જિલ્લામાં એવા પ્રોડક્ટની ઓળખ કરીએ. જેનું પ્રોસેસિંગ અને માર્કેટિંગ કરી એક સારી પ્રોડક્ટ આપને દેશ અને દુનિયાના બજારમાં ઉતારી શકીએ.

છઠ્ઠી વખત મુખ્યમંત્રીઓ સાથે મંથન

મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠી વખત થઈ રહેલી બેઠકમાં ઘણી વાતો પર ચર્ચાઓ થશે. સૂત્રોના અનુસાર કોરોનાને કારણે સૌથી સંક્રમિત 20 જિલ્લાઓ પર ભાર રહેશે. જિલ્લાના હિસાબથી બેડ, ટેસ્ટીંગ કીટ અને બીજી મેડિકલ સુવિધાઓ પર ચર્ચા થશે. કોરોનાથી પ્રભાવિત ૬ રાજ્યો વચ્ચે સારો તાલમેળ બની રહે તેના પર ચર્ચા થશે. સાથે જ ચોમાસા ને નજરમાં રાખતાં તૈયારીઓ નું પ્લાનિંગ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *