કોરોના માટે શોધાયેલી દવા નું પરીક્ષણનું આવ્યું પરિણામ- જાણો અહિયાં

કોરોનાવાયરસ અને COVID 19 ના ઈલાજ માટે પ્રાયોગિક રૂપથી ઉપયોગમાં લેવામાં આવનારી દવા રેન્ડમાઇઝ  ક્લિનિકલ ટ્રાયલમાં નિષ્ફળ ગઈ છે. આ વાત ગુરુવારે અચાનક જાહેર કરવામાં આવેલા પરિણામોથી સામે આવી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યુએચઓ ની વેબસાઈટ પર એક ડ્રાફ્ટ સમરી મૂકવામાં આવી હતી અને આ સમાચાર સૌપ્રથમ financial times અને State ના એક સ્ક્રીનશોટ સાથે સામે આવ્યા.

હવે આ પોસ્ટ હટાવી દેવામાં આવી છે અને REMDESIVI દવા બનાવનારી કંપની Gilead Sciences a w.h.o. ની ડીલીટ થઈ ચૂકેલી પોસ્ટમાં દર્શાવેલા પરિણામોને નકારતા કહ્યુ કે આ ડેટાથી ‘સંભવિત લાભ’ થયો છે.

સમરી માં જણાવવામાં આવ્યું કે, ચાઈનીઝ ટ્રાયલમાં કુલ 237 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા જેમાંથી 158 લોકોને આ દવા આપવામાં આવી હતી. જ્યારે બાકીના 79 લોકોને કંટ્રોલ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. REMDESIVIR નામની દવાની આડસર આવતા તરત જ તેને બંધ કરી દેવી પડી.

એક મહિના બાદ આ દવા લેનાર માથે ૧૪ ટકા જેટલા દર્દીઓ નું મોત થઈ ગયું. જ્યારે કંટ્રોલ ગ્રુપમાં રાખવામાં આવેલા દર્દીઓનો મૃત્યુ દર ૧૩ ટકા હતો. જોકે આ આંકડાઓ બહુ ખાસ મહત્વપૂર્ણ નથી. w.h.o. એ financial times ને જણાવ્યું કે ડ્રાફ્ટ ની સમીક્ષા ચાલી રહી છે અને આ ડ્રાફ્ટ ભૂલથી સમયથી પહેલા પ્રકાશિત થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *