સાળંગપુર હનુમાન દાદાને ઠંડી ન લાગે તે માટે રૂથી કરાયો શણગાર- દર્શન કરી થઇ જશો ભાવવિભોર 

આપણે સૌ જાણીએ છીએ કે, સાળંગપુર કષ્ટભંજન દેવનું(Salangpur Hanumanji Mandir) મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને આ મંદિર 200 વર્ષ કરતા પણ વધારે જૂનું છે. અમે તમને જણાવી દઈએ કે, આ મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ કષ્ટભંજન દેવના મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં દાદાના દર્શન કરવા અને શ્રીફળ ચડાવવા માટે આવે છે.

આજે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવને એક વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધર્નુમાસ હોઈ રોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે. જેને નિહાળવા રોજ મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યાં છે. ત્યારે હનુમાન દાદાને શિયાળાની ઠંડી હોઈ જેને કારણે રૂનો શણગાર કરવામાં આવ્યો છે.

માત્ર એટલું જ નહી પરંતુ હનુમાન દાદાની મૂર્તિ તથા આખું ગર્ભગૃહ રૂથી ભરી દેવામાં આવ્યું છે. ત્યારે રૂના આ શણગારથી દાદા હિમાલયમાં બિરાજમાન હોય તેવુ લાગી રહ્યું છે. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, સવારની આરતી બાદથી ભાવિક ભક્તોની ભીડ જમા થઈ ગઈ હતી અને સેંકડો હરિભક્તોએ આ કષ્ટભંજન દેવના દર્શનનો લાભ મેળવ્યો હતો. અગાઉ હનુમાનજી મંદિરમાં કેરી અને અલગ અલગ ફ્રુટના શણગાર પણ કરવામાં આવી ચૂક્યા છે. ત્યારે આજે અલગ અલગ ફૂલથી ગલગોટા, ગુલાબ વગેરે ફુલોનો શણગાર હનુમાનજી મહારાજને કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *