શું SMC એ માસ્ક અને સેનેટાઈઝરમાં પણ કૌભાંડ કર્યું હશે?? જાણો કાર્તિક હિરપરા અને કે.એચ.ગજેરા એ કરેલી RTI માં શું કહ્યું….

સરકારની ગોલમાલ: લોકડાઉન સમયે સુરત શહેરમાં કેટલું સૅનેટાઇઝર તેમજ કેટલા માસ્ક જનતાને આપવામાં આવ્યા તેની માહિતી હાજર નથી તેમજ કોર્પોરેટરોને બચાવાનું ષડયંત્ર થયું હોય તેવું લાગી રહ્યું છે.

સુરતના રહેવાસી કાર્તિક હિરપરા ( આરટીઆઈ એક્ટિવિસ્ટ )અને એડવોકેટ કે.એચ.ગજેરા દ્વારા તા.18-6-2020 ના રોજ જાહેર માહિતી અધિકારી પાસેથી RTI વડે માહિતી માંગી હતી તો માહિતી નથી તેવું જણાવામાં આવેલ છે.

ત્રણ સવાલ ની માહિતી મળેલી નથી જે નીચે મુજબ છે…

  1. વરાછા ઇસ્ટ જોન એ અને બી માં કોર્પોરેટરો ને સરકાર શ્રી તરફથી ફાળવવામાં આવેલ સેનેટઇજર લીટર,તારીખ,સમયગાળો,તારીખ અનુસાર કોર્પોરેટરને આપેલ જથ્થો તેમજ માસ્ક પણ સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ માસ્ક, માસ્કનો પ્રકાર તારીખ અને કોર્પોરેટરનું નામ સહીત ની વિગત આપવા વિનતી

જવાબ 1– અત્રેના વિભાગમાં સરકારશ્રી તરફથી સેનિટાઇઝર ફાળવેલ હોઈ તેની વિગત અત્રેના રેકર્ડ પર ઉપલબ્ધ નથી.તેમજ માસ્ક ફાળવણી ની વિગત અત્રેના રેકર્ડ પર ઉપલબ્ધ નથી.

  1. સુરતના તમામ રસ્તા લોકડાઉનમાં બંધ કરવા માટે આપેલ કોન્ટ્રેક્ટ, ટેન્ડર અને ચુકવાયેલ રકમ ની વિગત આપવી.

2 જવાબ – સદર માહિતી અત્રેના વિભાગમાં રેકર્ડ પર ઉપલબ્ધ નથી.

  1. સુરતના કોર્પોરેટરો દ્વારા લોકોને ભોજન ની સુવિધા પુરી પડેલ હોઈ તો તેમની કોઈ સંસ્થા દ્વારા પણ જો આ કામ થતું હોઈ તો તેની વિગત આપવી તારીખ સહીત.

3 જવાબ – સદર માહિતી અત્રેના વિભાગમાં રેકર્ડ પર ઉપલબ્ધ નથી.

કાર્તિક હિરપરા ( આરટીઆઈ એક્ટિવિસ્ટ )

એડવોકેટ કે.એચ.ગજેરા

SMC વિભાગ પોતે જ કોર્પોરેટરો ને બચવાનું કાર્ય કરી રહી હોઈ તેવું જણાઈ રહ્યું છે અને ભષ્ટાચારને વેગ આપતી હોય તેવું લાગી રહ્યું છે.

ઉપરની દરેક માહિતી જે ભારતનો નાગરિક હોઈ તે જાણી શકે છે કારણકે દરેક વસ્તુ આપણા સૌના ટેક્સ માંથી જ લેવામાં આવે છે.

ભ્ર્ષ્ટાચાર સીધો જ આ માહિતી દ્વારા દેખાઈ શકે છે તેમજ કોર્પોરેટરોનો બચાવ થઇ રહ્યો છે તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *