ગ્રીષ્મા ને બચાવી ન શક્યા, પરંતુ સ્નેહાને બચાવી લીધી- ગુજરાતના પડોશી રાજ્યમાં બનેલી આ ઘટના કાળજું કંપાવી દેશે- જુઓ વિડીયો

ઘટના ગુજરાત (Gujarat) ના પડોશી રાજ્ય મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની છે. રાતનો સમય હતો. ભોપાલ રેલવે સ્ટેશન (Bhopal Railway Station) પર એક માલગાડી ઊભી હતી. ત્યાં જ સ્નેહા નામક છોકરી આવી અને ઊભેલી માલગાડી નીચે થી રેલવે ટ્રેક પસાર કરવાની કોશિશ કરી. ત્યાં જ અચાનક માલગાડી ચાલુ થઈ. સ્નેહાએ ગભરાઈને ચીસો પાડી. ત્યાં 30 ફૂટ દૂર ઊભેલા એક વ્યક્તિએ જોયું તો એક છોકરી ગાડી નીચે ફસાઈ છે અને માલગાડી ચાલુ થઈ રહી છે.

તો તે વ્યક્તિ દોડીને ગાડી નીચે ગયા અને સ્નેહાનું માથું પકડીને દબાવી દીધું અને કહ્યું “ચિંતા ના કરો, કાંઈ નહીં થાય, બસ આમ જ સૂઈ રહો, હાથ કે પગ બહાર કાઢશો નહીં અને માથું ઊંચું ના કરતા.” પરંતુ તે વ્યક્તિને ડર હતો કે સ્નેહા ગભરાઈને માથું કરશે તો.. એટલે તેમને સ્નેહાનું માથું પકડી રાખ્યું. ટ્રેન પસાર ન થાય ત્યાં સુધી બંને ઊભા ન થયા. માલગાડી પસાર થઈ ગઈ. ત્યાર બાદ સ્નેહા રડતાં રડતાં ઉભી થઇ અને ત્યાં હાજર એક વ્યક્તિ સાથે ચાલી ગઈ.

આ મામલો થયો ત્યારે 30-40 વ્યકિત જોઈ રહ્યા હતા. વિડિયો બની રહ્યો હતો. સમયસૂચકતા કદાચ કોઈના ધ્યાનમાં નહીં આવી હોય એટલે કોઈ મદદ ન કરી શક્યા. ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે પંક્તિ સાર્થક કરતા સ્નેહાને બચાવનાર વ્યક્તિનું નામ મહેબૂબ અન્સારી.

મહેબૂબ અન્સારીની ઈચ્છા હતી કે, આ વાત કોઈને ખબર ના પડે અને ચર્ચાનો વિષય ના બને. તેમ છતાં કેટલાક દિવસો પછી ટેકનોલોજીએ તેનું કામ શરૂ કર્યું. વિડીયો વાયરલ થયો. હાલ મધ્યપ્રદેશના ભોપાલમાં મહેબૂબ અન્સારી હીરોના રૂપમાં સન્માન પામી રહ્યા છે. તેમની પણ ત્રણ વર્ષની દીકરી છે. તેમને પૂછવામાં આવ્યું કે “આ કામ કેવી રીતે કર્યું”? ત્યારે ફક્ત એક જ જવાબ હતો “બસ યહ કામ ખુદાને કરવા દીયા”.

સ્થાનિક પોલીસ તેમજ અલગ-અલગ સંસ્થાઓ મહેબૂબ અન્સારીનું સન્માન કરી રહી છે. તો ચાલો આપણે પણ સ્નેહા ગોરનું જીવન બચાવવા બદલ મહેબૂબ અન્સારીનું સન્માન કરીએ. ‘જય હિન્દ’ –ઝોએબ શેખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *