સુરતના પલસાણા વિસ્તારમાં નકલી ચલણી નોટો બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ- પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરત(Surat): ગઈ કાલે સુરતમાંથી નકલી નોટોનું એક એક કૌભાંડ બહાર આવ્યું હતું. પચરંગી શહેર સુરતમાંથી તમામ પ્રકારના ગોરખધંધા સામે આવતા હોય છે. તેમાં ઉમેરણ કરતો…

સુરત(Surat): ગઈ કાલે સુરતમાંથી નકલી નોટોનું એક એક કૌભાંડ બહાર આવ્યું હતું. પચરંગી શહેર સુરતમાંથી તમામ પ્રકારના ગોરખધંધા સામે આવતા હોય છે. તેમાં ઉમેરણ કરતો એક કિસ્સો છે નકલી નોટ(Fake notes) છાપી બજારમાં ચલણી તરીકે વટાવવાનો તે કાલે સામે આવ્યો હતો. સુરતના પલસાણા(Palsana)માં નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આજે હવે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કોરોના કાળ બાદ આર્થિક મંદીનો માર જીરવતા એક શખ્સને દીપાવલીના તહેવારોમાં કમાઈ લેવાનો તુક્કો સુઝ્યો. સુરતના પલસાણા વિસ્તારના દસ્તાન ગામે એક રહેણાક મકાનમાં તેણે નકલી નોટ છાપવાનો ગોરખધંધો શરુ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એક બાતમીના આધારે શિવસાગર રેસિડેન્સીના મકાનમાં છાપો મારી નકલી ચલણી નોટ અને સાહિત્ય સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા 500ના દરની 398 નોટ કબજે કરવા સાથે કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા આ શખ્સની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને નવરાત્રીના તહેવારમાં તેણે કેટલી નોટ છાપી અને બજારમાં ચલણમાં મુકવા માટે કોણે કોણે આપી છે તે અંગે પણ પૂછપરછ ચાલુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *