જામનગર(ગુજરાત): વહેલી સવારે મુળ રાજસ્થાનનો અને જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા એક શ્રમિક પરીવાર જામનગરથી વેરાવળ સોમનાથ દર્શના માટે જઇ રહ્યા હતા. ત્યારે ઠેબા નજીક પુરપાટ દોડતી કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીએ દમ તોડયો હતો. જયારે પતિ અને બાળકો સહિત 3 લોકોને ઈજા પહોચી હતી.
મળતી માહિતી અનુસાર, બુધવારે વહેલી સવારે જામનગર શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાં માટેલ ચોક પાસે રહેતા અને મારબલનુ મજુરી કામ કરતા રામા અવતાર નરેશભાઇ મિણા પોતાના મિત્ર ભુરસિંગ, પત્ની રેશ્માબેન અને 2 માસુમ પુત્ર સાથે વેરાવળ કામના સ્થળે આંટો મારવા તથા સોમનાથ ખાતે દર્શન માટે નિકળ્યા હતા. તે સમયે કાર ઠેબા બાયપાસ નજીક ગામની ગોલાઇ પાસે પહોચતા પુરપાટ દોડતી કાર રોડ નીચે ઉતરી વિજપોલ સાથે અથડાઇને પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત પછી આજુ બાજુના લોકો તરત ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાર અંદર ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા. જેમાં ગંભીર ઇજા થવાને કારણે રેશમાબેનનુ મૃત્યુ થયું હતુ. જયારે તેના પતિ રામા અવતાર ઉપરાંત બંને પુત્રોને નાની મોટી ઇજા થતા સારવાર માટે તેમને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત રામા અવતાર મીણાની ફરીયાદ પરથી પોલીસે ઘવાયેલા ચાલક ભુરસિંગ વિરુધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.