ઇન્સ્ટાગ્રામમાં આ કપલ એટલી કમાણી કરે છે કે, બનાવ્યો પોતાનો આલીશાન મહેલ.

એક દંપતી ઇન્સ્ટાગ્રામ પર એટલા પ્રખ્યાત છે કે તેઓ છ અંકોમાં કમાય છે. યુકેના જેક મોરિસ અને ઓસ્ટ્રેલિયાના લોરેન બુલેન ટ્રાવેલ બ્લોગર્સ છે અને બંનેના અનુક્રમે 27 લાખ અને 21 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. તાજેતરમાં કપલે બાલીમાં પોતાનું ભવ્ય બે માળનું મકાન બનાવ્યું છે.

મળેલી જાણકારી અનુસાર, દંપતીએ ફક્ત ઇન્સ્ટાગ્રામ દ્વારા કમાણી કરીને આ ભવ્ય મકાન બનાવ્યું છે. દંપતીએ આ માટે એક વર્ષ પહેલાં જમીન ખરીદી હતી.

જેકે લખ્યું:ક્યારેય વિચાર્યું નથી કે હું મારા ઘરથી 7000 માઇલ દૂર મારી સપનાની યુવતી સાથે ઘર બનાવીશ. 29 વર્ષીય જેકે જણાવ્યું છે કે,તેણે ઇન્સ્ટાગ્રામ પર પ્રાયોજક સોદા અને બ્રાન્ડેડ સામગ્રી દ્વારા કમાણી કરી છે.

અગાઉ કપલે કહ્યું હતું કે,તેઓ 2 લાખ રૂપિયાથી ઓછી કિંમતે પ્રાયોજિત પોસ્ટ નહીં કરે. જેકને ફક્ત એક પોસ્ટ માટે 6 લાખ રૂપિયા મળ્યા છે. જ્યારે લોરેનને એક પોસ્ટ માટે વધુમાં વધુ 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

આ પહેલા, જેક એક ફોન કંપની મા કામ કરતો હતો. દંપતીની નવી હવેલીમાં લક્ઝરી પૂલ, સિનેમા સ્ક્રીન અને એક સુંદર રસોડું છે. જેક ઘરની ડિઝાઇનાનું શ્રેય ગર્લફ્રેન્ડ લોરેનને આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *