અમરેલીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી મળ્યા લોઈલુહાણ હાલતમાં મૃતદેહ -જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના

તાજેતરમાં એક રુવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે જેમાં અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ રીતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, તીક્ષ્ણ હથિયારના ઘા મારીને વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક દિવસ વિતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યા થઇ હોવાની જાણ થઈ હતી. હાલ આ અંગે અમરેલી જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, લીલીયાના બવાડા ગામના વૃદ્ધ દંપતી ભીમજીભાઇ ભગવાનભાઈ દુઘાત (ઉ.વ.72) અને તેમના પત્ની લાભુબેન દુધાત (ઉ.વ.67) રહે છે. આ વૃદ્ધ દંપતી પોતાની 12 વિઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આ ઉપરાંત તેમને 4 સંતાનો છે.

જેમાં 1 પુત્ર અને 3 પુત્રીઓ છે. તેમનો પુત્ર સુરત ખાતે ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરે છે અને તે સુરત ખાતે જ રહે છે. તો 3 દીકરીઓ પરણિત હોવાથી તે સાસરિયે છે. જેથી આ બંને વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા. આ દરમિયાન એક દિવસ આ બંને વૃદ્ધોની હત્યા કરવામાં આવી હતી.

17 જુનાના રોજ સાંજના સાડા 7 વાગ્યાથી લઈને તારીખ 18 જુનના રોજ સાંજના 6 વાગ્યા પહેલા હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતો. મૃતકોના ભત્રીજા અને ફરિયાદી હિમતભાઈ દુધાતને તેમના કાકાનું કામ હોવાથી તેમના ઘરે જતા કોઈ જવાબ મળ્યો ન હતો. મકાનમાં અંદર જઈને જોયું તો કાકા અને કાકીની હત્યા કરવામાં આવી હતી. અને બંનેની લાશ મળી આવી હતી.

જાણવા મળ્યું છે કે, ઓસરીમાં લોહીલુહાણ હાલતમાં બંને વૃદ્ધ દંપતીની લાશ મળી આવી હતી. મોટા તીક્ષ્ણ અને બોથડ હથિયારોના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી બંનેની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘરવખરી તેમજ સામાન વેરવિખેર કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને તેમના ભત્રીજા દ્વારા સ્થાનિક સરપંચ સહિતના ગામ લોકોને જાણ કરવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીલીયા અને ત્યારબાદ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બંને વૃદ્ધની લાશ ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવતા સમગ્ર ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો, ડોગ સ્કોવર્ડ અને એફએસએલનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવમ આવી હતી. ઘરમાં સામાન વિખરાયેલો હોવાથી પોલીસને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોય તેવી શક્યતા છે. જોકે, સ્થાનિકોમાં ડબલ મર્ડરની ઘટનાથી ડરનો માહોલ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *