કિચનમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ- અડધી રાતે કપલે અંદર જઈને જોયું તો જોવા મળી એવી વસ્તુ કે…

આજકાલ ઘણા જંગલોને કાપવામાં આવી રહ્યા છે જેને કારણે પ્રાણીને ખાવા-પીવાની ખૂબ તકલીફ ઊભી થઈ છે. આ જ કારણ છે કે, ભોજનની તલાશમાં અનેકવાર જંગલી જાનવર માનવ વસાહતો સુધી આવી જાય છે. જ્યારે જાનવરો માનવ વસાહતો સુધી આવી જાય છે તો આપણે પોતાની ભૂલ માનવાને બદલે તેમને ભગાડવા લાગીએ છીએ. હાલમાં થાઇલેન્ડમાં એક જંગલી હાથી અડધી રાત્રે એક કપલના ઘરની અંદર ઘૂસી આવ્યો. તે પણ કિચનની દીવાલ તોડીને.

જાણવા મળ્યું છે કે, હાથીનું નામ પ્લાઇ બુન્હુયા છે. તેણે રાત્રે બે વાગ્યે ત્યાં રહેનારી રચડવાન ફુંગપરસોપ્પોરનના ઘર પર હુમલો કરી દીધો. હાથીએ ઘરના કિચનની દીવાલને તોડી દીધી અને માથું અંદર નાખીને ચોખાની બોરીમાંથી ખાવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન કપલને રાતમાં કિચનમાંથી અવાજ આવ્યો અને તેમણે લાઇટ કરીને જોયું તો તેઓ ચોંકી ગયા. તેમણે હાથીને ચોખા ખાતો વીડિયો ઉતાર્યો અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર્યો અને આ વિડીયો ખુબ જ વાઈરલ થયો.

મહિલાએ જણાવ્યું કે, હાથીને જોતાં જ તેના અને તેના પતિના હોશ ઊડી ગયા હતા. હાથીએ કિચનની દીવાલ તોડી નાખી હતી. જ્યારે તેમણે બૂમો પાડી તો હાથી પરત જંગલ તરફ ભાગી ગયો. મળતી માહિતી મુજબ, આ હાથીએ બે મહિના પહેલા આ વિસ્તારની રેકી કરી હતી. તેને અનેક લોકોએ જોયો હતો. પરંતુ, ત્યારે તે ચૂપચાપ જતો રહ્યો હતો. હવે તે અડધી રાત્રે ઘર પર હુમલો કરીને ખાવાનું ચોરતા પકડાઈ ગયો. ત્યારબાદ આ અંગે કપલે લોકલ વાઇલ્ડલાઇફ ઓફિસર્સને જાણકારી આપી.

કપલે જણાવ્યું કે, કિચનની દીવાલ ફરીવાર ઊભી કરવામાં તેમને સારો એવો ખર્ચ થશે. બીજી તરફ અધિકારીઓ દ્વારા તેમને ઘરમાં રાશન ન રાખવાની સલાહ આપવામાં આવી છે અને વળતરની કોઈ વાત કરી નથી. થાઈલેન્ડમાં જંગલી હાથીઓના પ્રકોપથી દર વર્ષ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભોજનની તલાશમાં હાથી શહેરોમાં આવી જાય છે અને ચારેબાજુ વિનાશ કરે છે. આ અંગે કન્ઝર્વેશન ઓફિસર સુપનયા ચેન્ગસુતાએ જણાવ્યું કે, હાથી ખાવાની સુગંધથી આકર્ષાઈને ઘરો તરફ આવી જાય છે. પછી ખાવાની તલાશમાં ઘરોમાં તોડફોડ કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *