પંજાબ: શું પતિ-પત્નીને એકબીજા સાથે મજાક કરવો એટલો મોંઘો પડી શકે છે કે, કોઈએ પોતાનો જીવ ગુમાવવો પડે છે? આવો જ એક કિસ્સો પંજાબના મોગા જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં મજાક-મજાકમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો કે, કોના કહેવાથી શું કરી શકે છે, તેઓ ક્યા હદે જઈ શકે છે.
બંનેએ કોલ્ડ ડ્રિંકમાં ઉંદર મારવાની દવા પીધી હતી, ત્યારબાદ બંનેની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું મોત થયું હતું જયારે પતિ ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, હાલ પતિની હાલત ગંભીર છે.
બંનેના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા અને બંનેની 1 વર્ષની બાળકી પણ છે. પત્નીનું મોત થયું હતું પરંતુ પતી હાલ આઈસીયુમાં જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. હરજિંદર સિંહ સ્થાનિક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જીવન અને મૃત્યુની લડત લડી રહ્યો છે. ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, અત્યારે હરજીંદરની હાલત ગંભીર નથી. તેમને એક બે દિવસ આઇસીયુ વોર્ડથી શિફ્ટ કરવામાં આવશે.
અહીં કેસની તપાસનીશ અધિકારી રાજસિંહે આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ બંને પોતાના ઘર પર મજાક-મજાકમાં પતિ અને પત્ની એકબીજાના કહ્યા પ્રમાણે કોન કેટલી હદ સુધી જઈ શકે છે, તેઓ શું કરી શકે છે? બંનેએ પીણામાં ઝેરી દવા નાખીને તે પાણી પી લીધી હતી, જેના કારણે મનપ્રીતનું મોત નીપજ્યું હતું જ્યારે હરજીન્દર સિંહ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને પરિવારના નિવેદનના આધારે પોલીસે મૃતદેહ પીડિત પરિવારને સોંપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.