બે વર્ષ પહેલા સુરતમાં છ માસની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી લુંટ,છેડતી,અપહરણ,ખૂન,દુષ્કર્મ,દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ ધીરે ધીરે વધતું જાય છે અને ગુજરાત ગુનાખોરીની દુનિયામાં ધીરે ધીરે આગળ વધતું જાય છે. ત્યારે ગુનેગારોને જાણે પોલીસનો જરા પણ ડર ના હોઈ તેવી રીતે ખુલ્લેઆમ સરાજાહેર ગુનાને અંજામ આપે છે. ત્યારે ગુજરાતના સુરતમાં 2 વર્ષ પેહલા બનેલી બળાત્કારની ઘટનાનો ચુકાદો કોર્ટે ફટકાર્યો છે.

જણાવી દઈએ તમને કે વર્ષ 2020માં સચિન જી.આઈ ડી સીમાં એક માસુમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે આ કેસનો ચુકાદો સુરત કોર્ટે સંભળાયો છે અને દુષ્કર્મ કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી છે. કોર્ટે પીડિતા પરિવારને 7 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી છે.

ગુજરાત કોર્ટ હવે બળાત્કારીઓ તરફે આકરું વલણ આપનાવીને ગુનેગારોને કડકમાં કડક સજા કરે છે ત્યારે વધારે એક બળાત્કારના આરોપીને કોર્ટે અંતિમશ્વાસ સુધી જેલની સજા આપી સમાજમાં એક દાખલો બેસાડવા આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવી છે. અને હવે ધીરે ધીરે કોર્ટ આરોપીઓને ભાન કરાવી રહી છે. ત્યારે આજે સુરતમાં પીડિતાને ન્યાય મળ્યો છે.

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલા સચિન વિસ્તારમાં ગત તારીખ 9 ડિસેમ્બર 2020 ના રોજ સચિન જી.આઈ.ડી.સી વિસ્તારમાં રહેતો પરિવાર સૂતો હતો. ત્યારે પરિવારની 6 માસની માસુમ બાળકીને આરોપી મોડી રાત્રે બાળકીને નીંદરમાં ઉચકી જઇને નજીક રહેલ અવારુ જગ્યા પર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બાળકીને માર મારીને ત્યાં મૂકીને ભાગી ગયો હતો. જોકે આ અંગેની જાણ થતાં તુરંત પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે દુષ્કર્મ કરનાર આરોપીની સીસીટીવી આધારે ધરપકડ કરી લીધી હતી બાદમાં સુરત પોલીસે દુષ્કર્મ કરનાર આરોપી સામે મહત્વના પુરા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે લાંબા સમયથી આ કેસ સુરત કોર્ટમાં ચાલતો હતો ત્યારે આજરોજ સુરત કોર્ટ દ્વારા આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે અને પીડિત પરિવાર 7 લાખની સહાયની જાહેરાત કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *