મોંઘવારીનાં સમયમાં એક બાળકનાં ઉછેર તથા અભ્યાસનો ખર્ચ પણ પોસાય એમ હોતો નથી. કેટલાંક દેશોમાં તો એક અથવા તો કુલ 2થી વધુ બાળકને જન્મ ન આપવાનો કાયદો રહેલો છે. જાપાન જેવા દેશમાં તો લોકો રૂપિયાની અછતને કારણે લગ્ન કરી શકતા નથી.
આવી સ્થિતિમાં અમેરિકાની કોર્ટની રોજર્સે માત્ર 12 વર્ષમાં કુલ 12 બાળકને જન્મ આપવાનો સંકલ્પ કર્યો છે. માત્ર 36 વર્ષની ઉંમરમાં કુલ 10 બાળકોની માતા છે. આ નવેમ્બર માસમાં એ કુલ 11માં બાળકને જન્મ આપશે. કોર્ટનીનું જણાવવું છે કે, પતિ-પત્ની સહિત એને કુલ 14 લોકોનો પરિવાર જોઈએ છે.
જો કે, એના સંકલ્પની શરૂઆત એક મજાકથી થઈ હતી. પતિએ કહેલ મજાકની વાતને કોર્ટનીએ ગંભીરતાથી લઈ લીધી હતી. કોર્ટનીએ જણાવતાં કહ્યું હતું કે, લગ્ન કરતા પહેલાં ક્રિસ રોજર્સે એને મજાકમાં જણાવતા કહ્યું હતું કે, મારી માતાનાં કુલ 10 બાળકો હતા.
અમારો મોટો પરિવાર હતો, શું તું આટલા બાળકોની માતા બની શકીશ? ત્યારે કોર્ટનીએ મજાકમાં જણાવ્યું હતું કે, હું તમારા પરિવાર કરતાં વધુ બાળકોની માતા બનીને બતાવીશ. સૌપ્રથમ કોર્ટની તથા ક્રિસ રોજર્સ વર્ષ 2007માં જ્યોર્જિયાના એક ચર્ચ કેમ્પમાં મળ્યા હતા.
1 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પચે એમણે લગ્ન કર્યા હતા. પ્રથમ વખત કોર્ટનીનો ગર્ભપાત થયા પછી વર્ષ 2010માં એણે પહેલાં બાળકને જન્મ આપ્યો હતો. કોર્ટની કુલ 10 વર્ષમાં ફક્ત 9 મહિના જ પ્રેગ્નન્સી વિનાની રહી છે. કોર્ટનીના પરિવારમાં જોડિયાની સાથે કુલ 6 છોકરાઓ તથા કુલ 4 છોકરીઓ છે.
આશ્વર્યની વાત તો એ છે કે, ઘરમાં તમામ લોકોનું નામ ઈંગ્લિશ લેટર ‘C’થી શરૂ થાય છે. ક્લિન્ટ, ક્લે, કેડ, કૈલી, કૈશ, કોલ્ટ, કેસ, કલીના, કેડ્યુ તથા કૉલે.કોર્ટની 11મી વાર ગર્ભવતી છે. કોર્ટની ગર્ભાવસ્થાના 33માં સપ્તાહમાં છે તેમજ એ ખુબ સારું ફિલ કરી રહી છે. બાળક જલ્દી આવે એના માટે કોર્ટની ખુબ ઉત્સાહિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle