PM મોદીએ માંગેલી સલાહ ના જવાબમાં સોનિયા ગાંધીએ કોરોના થી બચવા આપ્યા આ પાંચ ઉપાય

કોરોનાવાયરસ થી લડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેટલાક ઉપાયો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ મીડિયા અહેવાલોમાં કહેવાયું હતું કે નરેન્દ્ર મોદીએ દેશના ટોચના વિપક્ષી નેતાઓ પાસે કોરોના થી લડવા માટે શુ ઉપાય કરી શકાય તે માટે પોતાના મંતવ્યો મંગાવ્યા હતા. જેના જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જેમાં કોઈ વિરોધની વાત નથી કરવામાં આવી. જે એક સારા વિપક્ષ તરીકે દેશ પર આવેલા સંકટ વખતે દેશની એકતા સૂચવે છે.

સોનિયા ગાંધીએ પોતાના પ્રથમ સૂચન માં જણાવ્યું કે, સરકારે અને સરકાર ના માધ્યમો દ્વારા મીડિયામાં થઇ રહેલી ખોટી જાહેરાતો પર ખર્ચ ઘટાડવામાં આવે. આ ખર્ચ બે વર્ષ સુધી અટકાવવામાં આવે અને આ ખર્ચને કોરોનાવાયરસ ને નાથવા માટે લગાવવામાં આવે. સોનિયા ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દર વર્ષે લગભગ ૨૫૦ કરોડ ખર્ચો સરકાર ની જાહેરાતો માટે કરે છે. જે બંધ થશે તો કોરોના સામે લડવામાં મદદ થશે.

બીજા સૂચન માં કહેવામાં આવ્યું કે ૨૦,૦૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા સેન્ટ્રલ વિસ્ટા બ્યુટીફીકેશન અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે. હાલના વાતાવરણ ને જોતા આવા વિલાસ માટે કરવામાં આવી રહેલો ખર્ચો નકામો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મોદી સરકાર નવું સંસદ ભવન બનાવી રહી છે.

ત્રીજા ઉપાય માં કહેવામાં આવ્યું કે ભારત સરકાર ના ખર્ચ આવો બજેટના તમામ એવા પ્રકારના ખર્ચ કે જેમાં ૩૦ ટકા સુધી કપાત કરવામાં આવે( પગાર પેન્શન અને સેન્ટ્રલ સેકટર ની યોજનાઓ ને છોડીને) અને આશરે 30ટકા રકમને પ્રવાસી મજૂરો, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમ તથા નાના ઉદ્યોગો તેમજ અસંગઠિત ક્ષેત્રના કામ કરવાવાળા લોકો ને સુરક્ષા રૂપે ફાળવવામાં આવે. જો બજેટની આ રકમ માથી 30% રકમ આપવામાં આવે, તો આ રકમ લગભગ અઢી લાખ કરોડ રૂપિયા પ્રતિ વર્ષે થાય છે.

ચોથા ઉપાય માં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજ્યના મંત્રીઓ અને નોકર શાહો દ્વારા કરવામાં આવતી તમામ વિદેશ યાત્રાઓ ને પ્રતિબંધિત કરવામાં આવે અને માત્ર દેશહિત માટે કરવામાં આવતી ઇમર્જન્સી અને અતિ આવશ્યક વિદેશ યાત્રાઓ ને પ્રધાનમંત્રી દ્વારા જ અનુમતિ દેવામાં આવે.

પાંચમા ઉપાયમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ કેર્સ ફંડની સંપૂર્ણ રકમ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માં સ્થાનાંતરિત કરવામાં આવે. જેનાથી આ રકમને ફાળવવા અને ખર્ચા માટે પારદર્શિતા અને જવાબદારી અને ઓડિટ પણ સુનિશ્ચિત રીતે થઈ શકે. તેમણે કહ્યું કે હવે સરકાર દ્વારા લોકો ના ભરોસા પર ખરા ઉતરવાનો સમય આવી ગયો છે. દેશ સામે આવેલી covid 19 ની મુશ્કેલી સામે લડવા માટે અમારો સંપૂર્ણ સહયોગ છે.

ઇતિહાશમાં પ્રથમ વખત મોદીએ લીધી વિપક્ષની સલાહ, પૂછ્યો છે આ એક પ્રશ્ન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *