Covid Cases In India: દેશમાં કોરોના(Corona) સંક્રમણને કારણે મોતનો સિલસિલો યથાવત જ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે 43 દર્દીઓના મોત થયા છે. જ્યારે 18840 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય(Ministry of Health) તરફથી મળેલા આંકડા મુજબ હવે દેશભરમાં સકારાત્મકતા દર વધીને 4.14 ટકા થઈ ગયો છે. જ્યારે કોરોનાના એક્ટીવ કેસ 1,25,028 થઈ ગયા છે.
આંકડાઓ પર નજર કરવામાં આવે તો, શનિવારે કોરોના દર્દીઓનો ગ્રાફ ગત દિવસની તુલનામાં 0.1 ટકા વધ્યો હતો. જ્યારે શનિવારે કોરોના સંક્રમણને કારણે 43 દર્દીઓના મોત થયા હતા.
કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. તે પછી બીજા નંબરે પશ્ચિમ બંગાળ, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર, ચોથા નંબરે તામિલનાડુ અને પાંચમા ક્રમે કર્ણાટક છે. આ પાંચ રાજ્યોમાં દેશભરમાં સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કેરળમાં 3310, પશ્ચિમ બંગાળમાં 2,950, મહારાષ્ટ્રમાં 2,944, તમિલનાડુમાં 2,722 અને કર્ણાટકમાં 1,037 કેસ નોંધાયા છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં મળી આવેલા દર્દીઓમાંથી 68.81% નવા કેસ આ 5 રાજ્યોમાંથી આવ્યા છે, જેમાંથી માત્ર કેરળમાં 17.57% નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43 દર્દીઓના મોત થયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 5,25,386 દર્દીઓના મોત થયા છે. જ્યારે કોવિડમાંથી રિકવરી રેટ વધીને 98.51 ટકા થઈ ગયો છે.
માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 16,104 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ અર્થમાં, અત્યાર સુધીમાં 4,29,53,980 દર્દીઓ કોવિડને હરાવી ચૂક્યા છે. તે જ સમયે, છેલ્લા એક દિવસમાં કોવિડના સક્રિય કેસોમાં 2,693 નો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,26,795 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 4,54,778 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.