સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ દુકાનમાં ગ્રાહકો તો આવતા જ હોય છે પણ એક જગ્યા એવી પણ છે જ્યાં ગ્રાહકની સાથે સાથે પ્રાણી પણ આવે છે. અને તે પણ ગાય માતાના સ્વરૂપે. સામાન્ય રીતે ગાય દુકાનના દરવાજે આવે તો દુકાનનો માલિક તેને કઈ વધેલું ઘટેલું ખવડાવે છે, પરંતુ આ સ્થળે ગાય દુકાનની અંદર આવી છે અને તેની પૂજા કરવામાં આવી છે.
આંધ્ર પ્રદેશના કજપા જિલ્લાના મૈદુકુર ગામમાં ઘણા લાંબા સમયથી એક ગાય કપડાની દુકાન પર રોજ આવે છે. માલિકે જણાવ્યું કે આ ગાય છેલ્લા 6 મહિનાથી અમારી દુકાનમાં આવે છે સ્થાનિક બજારમાં આવેલી આ કપડાની દુકાનમાં ગાય ત્યાં આરામ કરવા માટે જાય છે. દુકાનનો માલિક આ ગાયને તેમના ધંધા માટે શુભ માને છે. તેઓ મને છે કે ગાય જયારે તેની દુકાનમાં આવે છે ત્યારે તેમનો ધંધો અને કમાણી ખુબ સારી થાય છે.
There is a shop named saibaba cloth Store in Mydukur town in Kadapa district of Andhra Pradesh. For the last 6-7 months a cow regularly enters into this shop, sits for 2-3 hours under the fan and goes out without causing any nuisence to the shop or customers. ??@rvaidya2000 pic.twitter.com/DxjNMshKRT
— Adarsh Hegde (@adarshhgd) November 5, 2019
દુકાનના માલિકનું કહેવું છે કે, ઉનાળામાં અચાનક આ ગાય દુકાનમાં આવી ગઈ અને પંખા નીચે આવીને બેસી ગઈ. જ્યાં ગાયે 2-3 કલાક સુધી આરામ કર્યું અને નીકળી ગઈ. શરૂઆતમાં તો દુકાનનો માલિક હેરાનીમાં મૂકાઈ ગયો અને ગાયને ભગાવવાની કોશિશ કરી પણ કોઈ અસર થઈ નહિ. પણ અમુક સમય આરામ કર્યા પછી તે જાતે જ ચાલી જતી.
ત્યારથી રોજ આ ગાય દુકાનમાં આરામ કરવા માટે આવે છે. શરૂઆતમાં જ્યારે આ ગાય આવતી તો તેની અસર દુકાનના ધંધા પર જોવા મળતી. પણ અસલમાં તો દુકાનનો ધંધો પહેલા કરતા સારો થઈ ગયો. રસપ્રદ વાત તો એ છે કે, અત્યાર સુધીમાં આ ગાયે દુકાનની અંદર ગંદકી કરી નથી. તો વળી દુકાનના માલિકની પત્ની ગાયના આગમનને શુભ સંકેતના રૂપમાં માને છે. માટે તે રોજ ગાયની પૂજા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.