હાલ કોરોના મહામારી વચ્ચે ઉનાળો પૂરો થતા વરસાદે પણ ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. ઘણા વિસ્તારોમાં ભયંકર વરસાદના કારણે પરિસ્થતિ વધુ ગંભીર બની છે. આજના દિવસે જે ગુજરાતમાં બે મોટી ઘટનાઓ બની ગઈ છે, પહેલી તો રાજકોટમાં સવાર સવારમાં બે યુવાનો નો ભોગ લેવાઈ ગયો હતો. વરસાદી માહોલમાં વરસાદના કારણે આજીડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનો દીવાલની નીચે દટાઈ ગયા હતા અને બંને યુવાનોના મોત નીપજ્યા છે. અને હાલ મહુવામાં 4 જેટલી ગયો નદીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
ભાવનગર શહેરના મહુવાના વાઘનગરમાં બુટીયો નદીના પ્રવાહમાં 4 ગાયો પાણીમાં તણાઈ હતી. નદીની બંને બાજુ લોકોની ભીડ જોઇને ગયો પાણીના વેગમાં જ તણાઈ ગઈ હતી. એવું વિડીયો જોતા માલુમ પડે છે. જો કે ત્યારબાદ પૂરનો પ્રવાહ વધારે ના હોવાથી તે ગાયોને બચાવી લેવામાં આવી હતી. બીજી તરફ ભારે વરસાદને પગલે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક ડાયવર્ઝનનું ધોવાણ થતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કલાકો બાદ વાહનવ્યવહાર શરૂ થાય તેવી શક્યતા છે.
રાજકોટમાં આજ રોજ સવારના સમયે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી મનપાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઇ હતી. વરસાદના કારણે આજીડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનો દીવાલની નીચે દટાઈ ગયા હતા અને બંને યુવાનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને JCB વડે કાટમાળ ખસેડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બે વાહનો પણ દટાતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ બંને યુવાનોના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.