સુરત ભારતીય જનતા પાર્ટી તથા મુક્તિતિલક ફાઉન્ડેશન દ્રારા સુરત વાસીઓને કોરોના કવચ વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમગ્ર સુરતનો કોઇપણ વ્યક્તિ 1લી મેથી 5મી મે દરમિયાન 1 લાખ રૂપિયાનો કોરોનાનો વીમો ઓનલાઇન ઉતરાવી- એનાં પ્રિમિયમની રસીદ મુક્તિતિલક ફાઉન્ડેશનનાં સેન્ટર પર જમા કરાવશે તો એમને પ્રિમિયમનાં પૈસા પરત કરવામાં આવશે.
આમ અંદાજે 25 હજાર લોકો આ પ્રિમિયમની રસીદ લઇને આવશે તો અઢી કરોડ જેટલી રકમ મુક્તિતિલક સંસ્થા દ્વારા પ્રિમિયમ તરીકે પાછી આપવામાં આવશે. આ બાબતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને કોરોનાનાં સમયમાં જે તકલીફ પડી રહી છે એમાં રાહત મેળવવા માટે કોરોનાનો વીમો ઉતરાવી લેવાની અપીલ કરી હતી.
આ વીમાકવચ યોજનાનું નામ સી આર પાટીલ કોરોના કવચ યોજના (corona rakshak policy) નામ અપાયું છે. આ પ્રસંગે મુક્તિતિલક ફાઉન્ડેશનનાં ચેરમેન અને ભાજપાનાં પ્રદેશ કારોબારી સભ્ય શ્રી સુરેશભાઇ શાહ તેમજ સમગ્ર જૈન સમાજ અને એમનાં અગ્રણીઓને આ ભગીરથ અનેકગણા અભિનંદન પાઠવું છું. સાંસદ દર્શના જરદોશ, ધારાસભ્ય સંગીતા પાટીલ, અરવિંદભાઇ રાણા, સુરત શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન જાંજમેરા, મેયર હેમાલી બોઘવાલા, ડે.મેયર દિનેશભાઇ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, શાસક પક્ષના નેતા અમિત રાજપૂત, સુરત શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ બિંદલ તથા હોદ્દેદારઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.
મુક્તિતિલક સંસ્થાના સુરેશ શાહે જણાવ્યું હતું કે, શહેરના 18 થી 65 વર્ષ સુધીના તમામ લોકો આ વીમાં કવચ લઈ શકશે. સુરતીઓએ એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની કોરોના રક્ષક પોલિસી લેવાની રહેશે. જેની ટર્મ 195 દિવસની છે. વિમાની રકમ 1 લાખની રહેશે.
આ વીમો લેતા પહેલા પ્રીમિયમ ઓનલાઇન ભરવાનું રહેશે. વીમાની પોલિસી મળે ત્યારે તેની ઝેરોક્ષ, આધારકાર્ડ લઈ મુક્તિતિલક ફાઉન્ડેશનની ઓફિસે પહોચી સંસ્થાનું એક ફોર્મ ભરી જમા કરાવીને ચૂકવેલી પ્રીમિયમની પૂરેપૂરી રકમ પરત મેળવી શકાશે. પોલિસી માત્ર કોરોનાની સારવાર માટેની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.