પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈને સી.આર.પાટીલનું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. પરંતુ હાલ પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ તમામ રાજકીય પાર્ટીઓની…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. પરંતુ હાલ પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ તમામ રાજકીય પાર્ટીઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil) દ્વારા ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, છોટા ઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવતા કહ્યું હતું કે, હું ગુજરાતના સૌ મતદારોનો આભાર માનું છું. PM મોદી પ્રત્યે તેમનો વિશ્વાસ અને ભાવ આ મતદાનમાં જોવા મળ્યો છે. કાર્યકરો દ્વારા પણ શાંતિ પૂર્ણ મતદાનમાં સહયોગ આપવામાં આવ્યો છે. કાર્યકરોનો પણ આભાર માનું છું. PM મોદીએ જુદા જુદા વિસ્તારમાં પ્રચારની કમાન સંભાળી છે. લોકોની અપેક્ષા પર ફક્ત PM મોદી જ ખરા ઉતરી શકે. PM મોદીનો પણ આભાર અને કેન્દ્રિય ગૃહમંત્રીના સતત માર્ગ દર્શન બદલ આભાર માનું છું.

સી.આર.પાટીલે જણાવતા કહ્યું હતું કે, 1.51 કરોડ મત આ વખતે પડ્યા છે, જે ગઈ વખત કરતા 10 લાખ વધારે છે. મતદારો વધ્યા હોવાથી મતદાનની ટકાવારી ઘટી છે પરંતુ મત વધ્યા છે. પેજ સમિતિના સભ્યોનું કામ ભાજપ તરફી મતદાન કરાવવાનું છે અને એ તેમણે કરાવ્યું પણ છે. હું પ્રચાર દરમિયાન જુદા જુદા વિધાનસભા બેઠકોના પ્રવાસે હતો. કેટલીક જગ્યાએ કાર્યકરો દુઃખી હતા અને તેમની વાત સાંભળવા ગયો હતો. 15 વિધાનસભા બેઠકોની મુલાકાત લીધી છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી વચ્ચે આંકડો કહેવો યોગ્ય નથી. ભાજપ આ ચૂંટણીમાં રેકોર્ડ સર્જશે અને સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ થશે. સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ થશે. સૌથી વધુ વોટ શેર સાથે ભાજપ જીત મેળવશે. 2017 કરતાં કુલ મત વધારે પડ્યાં છે, આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા છે અમારી જીત પાક્કી છે.

5 ડિસેમ્બર એટલે કે કાલે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *