આજે સાંજે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી, આવતીકાલે જાણો ક્યાં કરશે મતદાન

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના બીજા તબક્કાના મતદાનને હવે ફક્ત 1 દિવસ બાકી રહ્યો છે. ગઈકાલે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના બીજા તબક્કાના મતદાનને હવે ફક્ત 1 દિવસ બાકી રહ્યો છે. ગઈકાલે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન થશે. ગઈકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે PM નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે રવિવારે સાંજે અમદાવાદ(Ahmedabad) પહોંચશે. PM મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે આવશે અને તેઓ આવતીકાલે અમદાવાદમાં મતદાન કરશે.

મળતી માહિતી અનુસાર, આવતીકાલે 5 ડિસેમ્બરના રોજ PM મોદી સવારે 8 કલાકે રાણીપમાં મતદાન કરશે. સાથે જ બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે તેમના દ્વારા ગુજરાતના નાગરિકોને અપીલ પણ કરવામાં આવશે. PM મોદી માતા હીરા બા સાથે પણ મુલાકાત કરી શકે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છેે કે, PM મોદીના માતા હીરાબા 100 વર્ષથી વધુ ઉંમરના છે, તેઓ ગુજરાતની દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને અવશ્ય મતદાન કરવા માટે જાય છે. મહત્વનું છે કે, પરિવારના સદસ્યો દ્વારા તેમને મતદાન કરાવવા લઈ જવામાં આવે છે. આ ઉંમરે પર હીરાબા જુવાનોને શરમાવે તેવા જુસ્સાથી લાકડીના ટેકે મતદાન કરવા માટે જાય છે.

મહત્વનું છે કે, આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થશે. જેને લઈને તંત્ર દ્વારા છેલ્લી ઘડીની તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આજે ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

5 ડિસેમ્બર એટલે કે કાલે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *