અફઘાનિસ્તાનના (Afghanistan) ઓપનર નજીબુલ્લાહ તારકાઇ (Najeebullah Tarakai) એક કાર અકસ્માતમાં (Car Accident) ગંભીર રીતે ઘાયલ થયા છે. નજીબુલ્લાહ તરખાઈ પૂર્વ નંગરહારમાં રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમની કારને અન્ય એક કારચાલકે ટક્કર મારી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ, નજીમ જાર અબ્દુલહહિમઝાઇએ ક્રિકબઝને કહ્યું હતું કે, 29 વર્ષીય નજીબુલ્લાહ આઈસીયુમાં છે અને તેની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરોએ કહ્યું છે કે, તે ગંભીર રીતે ઘાયલ છે, તેમ છતાં તે તેમના વિશે ચોક્કસપણે કશું કહી શકાય નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નજીબુલ્લાહ હાલમાં કોમામાં છે. તેને માથામાં મોટી ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાના 24 કલાક પછી પણ ક્રિકેટર બેભાન જ છે. તરકાઇના જલાલાબાદ શહેરમાં એક કાર સાથે ટકરાઈ હતી.
National player Najeeb Tarakai was severely injured in a car accident yesterday and is in critical condition even after an operation last night. ACB has so far taken all necessary steps to facilitate his recovery in Nangarhar where he is under treatment currently.
(1/2) pic.twitter.com/2Sll16hydx— Afghanistan Cricket Board (@ACBofficials) October 3, 2020
તમને જણાવી દઈએ કે, તારકાઇએ માર્ચ 2014 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધી તે અફઘાનિસ્તાન માટે 12 ટી -20 અને એક વનડે રમ્યો છે. ટી -20 માં તેણે ચાર અર્ધસત્તાની મદદથી 258 રન બનાવ્યા છે. તેણે 24 પ્રથમ વર્ગની મેચ પણ રમી છે. આમાં તેણે 47.20 ની સરેરાશથી 2030 રન બનાવ્યા છે. જેમાં છ સદી અને 10 અડધી સદીનો સમાવેશ છે.
17 લિસ્ટ એ મેચોમાં તારકાઇએ 32.52 ની સરેરાશથી 553 રન બનાવ્યા, જેમાં એક સદી અને ત્રણ અર્ધસદીનો સમાવેશ છે. 33 ટી -20 માં, તેણે 127.50 ના સ્ટ્રાઈક રેટથી 700 રન બનાવ્યા છે. તાજેતરમાં જ તેમણે શાપગીજા ક્રિકેટ લીગમાં મીસ ઇંક નાઇટ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
It’s has been 22 hours now since a deadly accident but national cricketer @Najibtaraki78 is unmoved & still in coma despite head injury.
He reportedly hit by a car in Jalalabad city.
fans asking @ACBofficials to facilitate shifting him to Kabul or neighbor countries hospitals. pic.twitter.com/Sifg1BHDa0— M.ibrahim Momand (@IbrahimReporter) October 3, 2020
મીડિયામાં ચાલી રહેલા અન્ય એક અહેવાલ મુજબ, આઇસીસીના અમ્પાયર બિસ્મિલ્લાહ જાન શિંવારીનું અફઘાનિસ્તાનમાં વિસ્ફોટમાં મૃત્યુ થયું છે. અફઘાનિસ્તાનના નંગહાર પ્રાંતમાં શનિવારે એક વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ બ્લાસ્ટમાં લગભગ 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 30 અન્ય ઘાયલ થયાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle