RCB Vs CSK ની LIVE મેચમાં છોકરીને ઉભર્યો પ્રેમ, કરી દીધું પ્રેમીને પ્રપોઝ- ધૂમ મચાવી રહ્યો છે આ વિડીયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે(RCB) IPLની 49મી લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (RCB v CSK) ને 13 રનથી હરાવીને તેમની છઠ્ઠી જીત નોંધાવી હતી. આ…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે(RCB) IPLની 49મી લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (RCB v CSK) ને 13 રનથી હરાવીને તેમની છઠ્ઠી જીત નોંધાવી હતી. આ મેચમાં ચેન્નાઈની ઈનિંગ દરમિયાન એક એવી ઘટના જોવા મળી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ સમયે, આ છોકરી અને RCB ફેન છોકરા વિશે વધુ ચર્ચા થઈ રહી છે, જેમાં છોકરીએ છોકરાએ નહીં, પરંતુ છોકરીએ તેના બોયફ્રેન્ડ(Boyfriend)ને જાહેરમાં ઘૂંટણિયે બેસીને પ્રપોઝ(Proposal) કર્યું હતું અને છોકરાએ પણ હસીને સ્વીકારી લીધું હતું.

વાસ્તવમાં, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ RCB દ્વારા આપવામાં આવેલા 174 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે સ્ટેડિયમમાં હાજર એક છોકરીએ તેના બોયફ્રેન્ડને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. છોકરીએ આરસીબીની જર્સી પહેરેલા છોકરાને વીંટી આપી. આ પછી બંને હસતા હસતા ગળે લાગ્યા. આસપાસ હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે બંનેનું સ્વાગત કર્યું. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

જોકે, IPLમાં આ પહેલી ઘટના નથી જ્યારે કોઈએ પોતાના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને આ રીતે પ્રપોઝ કર્યું હોય. ગયા વર્ષની શરૂઆતમાં એટલે કે IPLની 14મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે પણ મેચ બાદ સ્ટેડિયમમાં હાજર તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ ચહરે મેચ બાદ જયાની વીંટી ઘૂંટણ પર પહેરાવી અને બાદમાં બંને હસતા હસતા ગળે વળગી પડ્યા.

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા RCBએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 8 વિકેટે 160 રન જ બનાવી શકી હતી. RCB પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ચોથા નંબરે પહોંચી ગયું છે જ્યારે સાતમી હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની તકો સમાપ્ત થઈ ગઈ છે. CSKની ટીમ 10માંથી માત્ર 3 મેચ જીતી શકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *