વડોદરા(ગુજરાત): એક કારની ડીકીમાં 2 કરોડ 35 લાખના દાગીનાની ચોરીની ઘટના વડોદરા વિસ્તાર નજીક છાણી જકાતનાકા પાસેથી સામે આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી 26 લાખથી વધુનો સોનાના દાગીના માલ જપ્ત કર્યા છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે બરોડામાં થયેલી ચોરીના આરોપીને આસ્ટોડિયા પાસેથી પકડી પાડ્યો હતો.
આરોપી અમિત અભવેકરની પૂછપરછ કરતા સામે આવ્યુ છે કે, વડોદરા ચોરીના ઇરાદે પોતાના 6 વ્યક્તિઓની ગેંગ સાથે જ ગયા હતા. ત્યારે રાજકોટના સોનીનો પીછો કરી કારનો કાચ તોડીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. રાજકોટના વી રસિકલાલ નામથી સોનાના દાગીનાનો ટ્રેડિંગ ધંધો કરતા વેપારી વડોદરા ગયા હતા અને તેની કારની ડેકીમાં રાખેલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની આરોપીએ કબુલાત કરી હતી. જે અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
પકડાયેલા આરોપી અમિત અભવેકર અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2016માં પોલીસ સ્ટેશનમાં આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી નિકોલ ચોરીના ગુનામાં અને 2017માં શેરકોટડા અને ઓઢવ વિસ્તારમાં ચોરીના ગુનામાં ચંદુભાઈનું નામ સામે આવ્યું હતું.
આ ઉપરાંત, આરોપી અમિત પોતાની ગેંગ સાથે મુંબઈ ચોરી કરવા જતા પહેલા પકડાઈ ચૂક્યો છે. સુરત પોલીસે 2020માં ચોરીના ગુનામાં એક મહિના પહેલાં જ જેલમાંથી આવતા ફરી એક ગુનાને અંજામ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.