મૂળી તાલુકાના ઘોણીયા ગામની પ્રાથમિક શાળામાં બુધવારે એક શિક્ષકને એટલો ગુસ્સો આવ્યો કે તેણે વર્ગના 20 વિદ્યાર્થીઓને મારવાનું શરૂ કરી દીધું. તેનાથી બાળકોની હાલત ખરાબ થઈ ગઈ, ૧૫ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ શિક્ષકનું નામ દેવેન્દ્ર ઝાલા છે તેની પત્ની દક્ષા પણ સ્કૂલમાં ટીચર છે. બંને 13 વર્ષથી આજે સ્કૂલમાં ભણાવી રહ્યા છે.
છૂટા હાથે માર મરાયો.
શિક્ષક દંપતી ઘોલિયા ગામમાં રહે છે. બુધવારની સાંજે 4:00 સ્કૂલમાં ધોરણ ૬ થી ૮ ના બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. ત્યારે શિક્ષક દેવેન્દ્ર ઝાલા ત્યાં પહોંચ્યા. તેણે બાળકોને રમવાની ના પાડતા ક્લાસમાં જવા માટે કહ્યું. તેથી તેઓ ક્લાસમાં ચાલ્યા ગયા. શાળા છૂટયા બાદ પાંચ વાગ્યે શિક્ષકે ક્લાસમાં બાળકોને દંડાથી મારવાનું શરૂ કર્યું.બાળકો ને મારતા શિક્ષક એવું કહી રહ્યા હતા કે તમને રમવા માટે કોણે કહ્યું હતું.શિક્ષકના મારથી 15 બાળકો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. બાળકોને જોવા માટે સરપંચ જસરાજ ભાઈ સાતોલા હોસ્પિટલ પહોંચ્યા હતા.
અમને બીજા શિક્ષકે રમવા માટે કહ્યું હતું.
આ સંબંધમાં વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમને બીજા શિક્ષકે મેદાનમાં જઈને રમવા માટે કહ્યું હતું. તેથી અમે બધા રમવા માટે ગયા. ત્યારબાદ દેવેન્દ્ર સાહેબે અમને ક્લાસરૂમમાં બંધ કરી દીધા અને લાકડીથી ખૂબ માર્યા.સરપંચ એ કહ્યું કે આ ઘટનાની જાણકારી સુરેન્દ્રનગરના શિક્ષા વિભાગને આપવામાં આવી છે પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી.
શિક્ષકને કારણ બતાવો નોટિસ.
મૂળી તાલુકાના ધોળીયા ગામની આ ઘટનાની જાણકારી મળતા શિક્ષણ પ્રશાસન ગુરુવારની સવારે સ્કૂલે ગયું.જ્યાં તેમણે શિક્ષક દેવેન્દ્ર ઝાલાની કારણ બતાવો નોટિસ આપી. તેમણે બે દિવસ ની અંદર જવાબ આપવા કહ્યું છે. ત્યારબાદ તેમના પર વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. તેઓ એચ એચ ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નું કહેવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.