CSK vs GT: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને CSK સામેની આ ભૂલ ભારે પડી, ફટકારાયો લાખોનો દંડ…

CSK vs GT: IPL 2024 મંગળવારે એટલે ગઈકાલે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ…

CSK vs GT: IPL 2024 મંગળવારે એટલે ગઈકાલે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા. જયારે ગુજરાત ટાઇટન્સ ટીમ આઠ વિકેટે 143 રન જ બનાવી શકી હતી અને CSKનો 63 રને વિજય થયો હતો. પરંતુ, આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલે(CSK vs GT) એક મોટી ભૂલ કરી, જેના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. CSK સામેની આ મેચમાં તે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થયો છે.

IPL એ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK સામે IPL 2024 ની 7મી મેચમાં ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યૂનતમ ઓવર રેટના ગુના સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો છે. તેથી તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શુભમન ગિલને મળી સજા
વાસ્તવમાં, ગુજરાત ટાઇટન્સ તેમની ઇનિંગ્સની 20મી ઓવર સમયસર શરૂ કરી શકી ન હતી. આ કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં મેચ દરમિયાન પણ તેને સજા થઈ હતી. છેલ્લી ઓવર દરમિયાન માત્ર 4 ખેલાડીઓને 30 યાર્ડ સર્કલની બહાર રાખવાના હતા. જો કે આ છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઇટન્સનું બહુ નુકસાન થયું ન હતું, પરંતુ CSK આ ઓવરમાં માત્ર 8 રન બનાવી શકી હતી.

CSK ટોચ પર પહોંચી ગયું
ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા. જ્યારે ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ 46-46 રનની ઇનિંગ્સ રમી હતી, તો શિવમ દુબેએ 51 રનની વિસ્ફોટક અડધી સદી રમી હતી.  ગુજરાત ટાઇટન્સ ટીમ આઠ વિકેટે 143 રન જ બનાવી શકી હતી અને CSKનો 63 રને વિજય થયો હતો. આ સાથે CSK IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.