ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ: ભારતીય ટીમ વિશ્વ ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં નંબર વન…

ICC Test Team Ranking: ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 64 રને હરાવીને પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી લીધી હતી. ટેસ્ટ સિરીઝમાં જીત બાદ…

ICC Test Team Ranking: ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 64 રને હરાવીને પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી લીધી હતી. ટેસ્ટ સિરીઝમાં જીત બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં(ICC Test Team Ranking) પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. T20 અને ODIમાં ભારત પહેલાથી જ ટોપ પર હતું, પરંતુ ઈંગ્લેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની ગઈ છે.

ઈંગ્લેન્ડને હરાવીને ભારતે રચ્યો ઈતિહાસ, ત્રણેય ફોર્મેટમાં ફરી નંબર-1 બન્યું
વાસ્તવમાં, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા (IND vs ENG) ને હરાવીને ટેસ્ટમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું હતું. ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના 122 રેટિંગ પોઈન્ટ છે. તે જ સમયે, ટી20માં 266 રેટિંગ પોઈન્ટ અને વનડેમાં 121 રેટિંગ પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમના ખાતામાં 117 રેટિંગ પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. જો કે, આ શ્રેણીના પરિણામથી ભારતીય ટીમના રેન્કિંગ પર કોઈ અસર નહીં થાય.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં પણ ભારત નંબર-1
ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે એક ઇનિંગ અને 64 રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમે 5 મેચની આ ટેસ્ટ સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી. આ સાથે જ ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના 74 પોઈન્ટ છે. તેની જીતની ટકાવારી 68.51 છે.

WTC પોઈન્ટ ટેબલમાં પણ ભારતીય ટીમ ટોપ પર છે
ધર્મશાલામાં ઇનિંગ અને 64 રને જીત મેળવીને ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. ગયા અઠવાડિયે ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. તેનો સ્કોર 64.5 હતો, પરંતુ ધર્મશાલા ટેસ્ટ જીત્યા બાદ ભારતની સ્કોર ટકાવારી 68.51 થઈ ગઈ.