મહેન્દ્ર સિંહ ધોની IPL પહેલા જોવા મળ્યો એક અલગ જ અંદાજમાં! ફટકાર્યા મોટા શોટ્સ, એક ક્લિક પર જુઓ વિડીયો

Mahendra Singh Dhoni: તાજેતરમાં IPL 2024 સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. જ્યારે IPL 2024 સિઝનની ફાઈનલ…

Mahendra Singh Dhoni: તાજેતરમાં IPL 2024 સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. જ્યારે IPL 2024 સિઝનની ફાઈનલ 26 મેના રોજ રમાશે. આ માટે લગભગ તમામ ક્રિકેટરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો(Mahendra Singh Dhoni) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન કૂલ નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. જેમાં નેટ્સમાં મોટા શોટ પણ આસાનીથી ફટકારે છે.

વીડિયોમાં કેપ્ટન કૂલ એકદમ ફિટ દેખાઈ રહ્યો છે
મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેપ્ટન કૂલ એકદમ ફિટ દેખાઈ રહ્યો છે. ક્રિકેટ ચાહકોનું કહેવું છે કે આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની વિપક્ષી બોલરો માટે મોટી મુશ્કેલી બની શકે છે. જોકે, ફેન્સ સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ છઠ્ઠી વખત ટાઈટલ જીતવાનો પ્રયત્ન કરશે!
તમને જણાવી દઈએ કે IPL 2024 સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023 સીઝન જીતી હતી. જોકે, આ વખતે તે પોતાના ટાઈટલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે. મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. અત્યાર સુધી કેપ્ટન કૂલની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ સિવાય માત્ર રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત IPL ટ્રોફી જીતી છે.

CSK 2023ની ચેમ્પિયન ટીમ છે
એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. IPL 2023ની ફાઇનલ મેચમાં CSKનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. વરસાદથી પ્રભાવિત મેચમાં જાડેજાએ છેલ્લા બે બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને ચેન્નાઈને 5 વિકેટે જીત અપાવી હતી. તે જ સમયે, ધોનીની ટીમ IPL 2024માં પોતાના ખિતાબનો બચાવ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રથમ મુકાબલો ચેપોક ખાતે 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે.

ધોનીની છેલ્લી IPL?
IPL 2024 એ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની માટે સિઝન હોઈ શકે છે, જેણે વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેની પાછળનું કારણ તેની વધતી ઉંમર છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે 2023 તેની છેલ્લી સીઝન હશે, પરંતુ સ્ટાર ક્રિકેટરે બધાને ચોંકાવી દીધા અને 2024ની સીઝન પણ રમવાનું નક્કી કર્યું. જોકે, 42 વર્ષીય ધોની માટે ટી-20 લીગની 2025ની સિઝન રમવી આસાન નહીં હોય. એવું માનવામાં આવે છે કે જો તે 2025માં ખેલાડી તરીકે નહીં રમે તો પણ તે ટીમ મેનેજમેન્ટનો ભાગ બની શકે છે.