7 વીઘામાં ખેડૂતે તરબૂચની ખેતી કરીને 70 દિવસમાં મેળવી રૂ.3.50 લાખની આવક

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. અમુક ખેડૂતો બીબાઢાળ ખેતીથી બહાર નીકળીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. બારમાસી મસાલા ઉપરાંત બાગાયતી પાકોનું વાવેતર કરીને કમાણીમાં વધારો થઇ શકે છે. હવે તરબૂચની ખેતી પણ સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યના તળાજા તાલુકામાં આવેલા પીપરલા ગામના ખેડૂતની મહેનત રંગ લાવી છે. પીપરલા ગામના ખેડૂતે સાત વીઘામાં તરબૂચની ખેતી કરીને 70 દિવસમાં રૂ.3.50 લાખની આવક મેળવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા દસ વર્ષથી તરબૂચની ખેતી કરે છે. આ ખેતીમાં માવઠા અને વાવાઝોડાની અસર નહિવત રહે છે.

મળેલી માહિતી અનુસાર પીપરલા ગામના ખેડૂત વિક્રમભાઇ એમ દેસાઇ પર પ્રાંતમાંથી તરબૂચની ખેતી શીખીને આવ્યા હતા અને છેલ્લા દસેક વર્ષથી તરબૂચની ખેતી કરી રહ્યા છે. વિક્રમભાઇએ સાત વીઘામાં તરબૂચનું વાવેતર કરેલ છે.  વિક્રમભાઇના કહ્યા અનુસાર 70 થી 80 દિવસનો પાક છે. વિક્રમભાઇએ કહ્યું કે, ટૂંકા દિવસનો પાક હોવા છતાંય આ ખેતીમાં રોકડ વળતર સારું મળે છે.

વિક્રમભાઇ એમ દેસાઇ સાથે વાત કરતા વિક્રમભાઇએ કહ્યું કે, એક વીઘા દીઠ સરેરાશ 600 મણનો ઉતારો આવે છે. હાલ જે વાવેતર છે તેમાં પાંચસો મણ જેટલો છે. હાલ વાડીએથી જ મણના 200 રૂપિયા ઉપજે છે.  આવી રીતે એક વીઘાદીઠ એંશી હજારથી પણ વધુની આવક થાય છે. આ આવકની સામે પંદરેક હજારની મજૂરી, બિયારણ, ખાતર અને પ્લાસ્ટિકનો ખર્ચ થાય છે. સાત વીઘામાંથી તરબૂચની આવક 70 થી 80 દિવસમાં સાડા ત્રણેક લાખ જેટલાની રોકડ આવક થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

One Reply to “7 વીઘામાં ખેડૂતે તરબૂચની ખેતી કરીને 70 દિવસમાં મેળવી રૂ.3.50 લાખની આવક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *